Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

પોરબંદરના બિરલા હોલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

કલાકારોએ શૌર્ય ગાથા, રાસ સહિતના કાર્યક્રમો રજૂ કર્યા: કલેકટર અશોક શર્મા ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા જિલ્લા વિકાસ અધિકારી અડવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત

પોરબંદરના બિરલા હોલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કલાકારોએ શૌર્ય ગાથા, રાસ સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં કલેકટર શ્રી અશોક શર્મા ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખરીયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અડવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનુ સંકલન યુવા વિકાસ અધિકારી ની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

(12:45 am IST)