Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ખંભાળીયા નજીક આવેલ સલાયા બંદર ખાતે વેકસીન ના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું

જિલ્લા SOG પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે તપાસ: સલાયાના એજન્ટ,કોમ્પ્યુટર ઓપરેટર સહિતના શખ્સોની સંડોવણી હોવાની શક્યતા.

ખંભાળીયા નજીક આવેલ સલાયા બંદર ખાતે વેકસીનના બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું છે જિલ્લા SOG પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે

આ પ્રકરણમાં સલાયાના એજન્ટ,કોમ્પ્યુટર ઓપરેટર સહિતના શખ્સોની સંડોવણી હોવાની શક્યતા સેવાઈ રહી છે
વેકસીનેશન ન કર્યું હોય તેવા લોકો પાસેથી પૈસા લઈને વેકસીનનું બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવતા હોવાની જાણ થતાં SOG પોલીસે તપાસ શરૂ કરી છે
હાલ SOG દ્વારા બોગસ વેકસીનેશન માં કોની સંડોવણી છે કોણ સામેલ છે કોના દ્વારા સમગ્ર સર્ટિફિકેટ આપવામાં આવતું હોય તે દિશામાં તપાસ શરૂ.કરાઈ છે

(6:42 pm IST)