Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જૂનાગઢમાં કાલે આઝાદીના દિવસ નિમિત્તે સોનોગ્રાફી, બાળકોની ડિલીવરી કે અન્ય કોઈ ઓપરેશન કરવામાં આવશે તે અડધી કિંમતે કરાશે : તમામ રકમ ભારતીય સેના માટે પી.એમ. કેર ઇન્ડિયન આર્મી ફંડમાં અનુદાન કરવામાં આવશે

જૂનાગઢની ગાયનેક હોસ્પિટલના બે યુવા ડોક્ટરોએ અપનાવ્યો ભારતીય સેનાને મદદરૂપ થવા નવતર અભિગમ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪ : આવતીકાલ તા. ૧૫ ઓગષ્ટના રોજ આપણો દેશ આઝાદીના ૭૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે જૂનાગઢની ઝાંઝરડા રોડ ઉપર આવેલી ગોકુલ ગાયનેક હોસ્પિટલના બે યુવા ડોક્ટરોએ તાઢ-તાપ-વરસાદમાં ખડેપગે રહીને માભોમની રક્ષા કરતા સૈનિકો માટે તથા સમાજના જરૂરીયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ થવાનો નિર્ણય કર્યો છે. આ માટે ડો. વિશાલ વૈશ્ર્નાણી અને ડો. ચાંદની વૈશ્ર્નાણી તેમને ત્યાં આઝાદીના દિવસ નિમિત્તે સોનોગ્રાફી, બાળકોની ડિલીવરી કે અન્ય કોઈ ઓપરેશન કરવામાં આવશે તે અડધી કિંમતે કરી આપવામાં આવશે. આ તમામ રકમ ભારતીય સેના માટે પી.એમ. કેર ઇન્ડિયન આર્મી ફંડમાં અનુદાન કરવામાં આવશે. 

આપણે સૌએ મળીને દેશની અંદર રહીને દેશસેવા માટે તત્પર આવા ડોક્ટરોની કામગીરીને બિરદાવવી જોઈએ. આવા કાર્યો થકી દેશમી એકતા, અખંડિતતા તથા માનવતાની મહેકને ચીરકાળ સુધી અકબંધ રાખી શકાશે.

(3:37 pm IST)