Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અમરેલીમાં પરિણીતાએ પોતાની જાતે નહીં પરંતુ અન્યએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૪ :  હનુમાનપરામાં સહજાનંદ નગરમાં રહેતી પુનમબેન દેવેન્દ્રભાઇ વાઘેલા (ઉ.વ.૩૩) નામની પરણીતાએ બીપીની બિમારીથી કંટાળી પોતે પોતાની મેળે છરીના બે ઘા પેટમાં મારી દેતા પ્રથમ અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને લઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું પતિ દેવેન્દ્ર ગીરીશભાઇ વાઘેલાએ અમરેલી સીટી પોલીસમાં જાહેર કર્યુ છેે.

તેમના સસરા ગીરીશભાઇ નટવરલાલ વાઘેલા પતિ દેવેન્દ્ર ગીરીશભાઇ, સાસુ મધુબેન ગીરીશભાઇ વાઘેલાએ પુનમબેન રાખવી ન હોય અને પૂનમબેન પોતાના બાળકોને છોડી જવા માંગતા નહોય તેથી ત્રાસ આપી મારમારી જાનથી મારી નાખવા કાવત્ર રચી પોતાનો ઇરાદો પાર પાડવા ગીરીશીભાઇ નટવરલાલ વાઘેલા પુનમબેન ના ઘરે બાઇક ઉપર જઇને છરી વડે જીવલેણ હુમલા કરી પેટમાં છરીના બે ઘા તથા પીઠના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા કરેલ અને પુનમબેન આ વાત કોઇને કરે તો તેના દિકરાને પણ મારી નાખવા ધમકી આપી પુનમબેનને ઇજાગ્રસ્ત હાલતમાં મરવા છોડી દઇ બાઇક પર જતા રહેલ અને પોતે પહેરેલ કપડા બદલાવી કોઇને શંકા ન જાય તે માટે રાધીક હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલ અને આરોપી મધુબેન ગીરીશભાઇ પુનમબેનના ઘેર જઇ એમ્બ્યુલન્સ જતી રહ્યા બાદ પુનમબેન જે જગ્યાએ ઇજાગ્રસ્ત હાલમાં પડેલ હતા તે જગ્યા પરના લોહીના નિશાનો સાફ કરી પુરાવાઓનો નાશ કરેલ અને પુનમબેનને આરોપી નં. ૧ ગીરીશભાઇ નટવરલાલ વાઘેલાએ મારેલ છરીના ઘાના કારણે ઇજાઓ થતા સારવાર દરમ્યાન મોત થયાનું મરી જનાર પુનમબેનના ભાભી ફાલ્ગુનીબેન સંજયભાઇ મકવાણા (રહે. રાજકોટ) અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ખૂન ગુન્હો દાખલ કરી બનાવની વધુ તપાસ સીટી પીઆઇ જે.જે. ચૌધરી ચલાવી રહ્યા છે.

(12:54 pm IST)