Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાણાવાવના ૩ મૃતક મજુરોના મૃતદેહોને પીએમ માટે પરીવારજનોને ૧પ કલાક સુધી રાહ જોવડાવેલઃ ફેકટરીના જવાબદારો ફરકયા નહીં

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: રાણાવાવ સીર્મેન્ટ ફેકટરીની દુર્ઘટનામાં મૃત્યુ થયેલ ૩ હજુરોના મૃતદેહોને પોરબંદરની સરકારી હોસ્પીટલમાં પી.એમ. લઇ જવાયેલ ત્યારે મૃતકોના પોસ્ટમોર્ટમ માટે મજુરોના પરીવારજનોને ૧૫ કલાક સુધી રાહ જોવડાવી હતી. પોસ્ટ મોર્ટમ માટે મૃતક ૩ મજુરોની લાશોને સીમેન્ટ ફેકટરીના જવાબદારોએ સીકયુરીટી સાથે વાહનમાં પોરબંદર મોકલી આપેલ. ફેકટરીના કોઇ જવાબદારો સાથે નહોતા અને હોસ્પીટલ ખાતે  પણ ફરકયા નહોતા. તે સામે મૃતક મજુરોના પરીવારોમાં રોષ વ્યાપી ગયેલ.

રાણાવાવ સીમેન્ટ ફેકટરીની દુર્ઘટનામાં મૃતક એમપીના સુનીલરામ (ઉ.વ.ર૭) પરીણીત છે અને સંતાનમાં ૩ પુત્રીઓ છે.  અન્ય ર મૃતક મજુરો એમપીના બિજેન્દ્ર મંુજારામ અને બિરસિંહ જાદવ બન્ને અપરણીત છે.

પોરબંદરની હોસ્પીટલમાં સારવાર લેતા ઇજાગ્રસ્ત મજુર શ્રીનિવાસ રજાક રે. એમ.પી.વાળાએ જણાવેલ કે ફેકટરીમાં કામ કરતા સમયે સેફટી બેલ્ટ બરોબર બાંધ્યો છે કે નહીં તેની ચકાસણીને બદલે સીકયુરીટીએ માત્ર દુર જોઇને ચાલ્યા ગયેલ. ફેકટરીમાં અકસ્માત થયો ત્યારે પોતાના ઉપર કલાકો સુધી પાઇપ પડયા રહેલ અને જીવન મરણ વચ્ચે જંગ ખેલાયો હતો. ફેકટરી અકસ્માતમાં ફેકટરીના મેનેજમેન્ટે મજુર પરીવારોને જણાવેલ કે અકસ્માતની પુરી તપાસ બાદ રીપોર્ટ અપાશે અને જવાબદારો સામે ગુન્હો નોંધાશે. હાલ  પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધ્યો છે.

(12:53 pm IST)