Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં તહેવારોને લઇને શાંતી સમિતિની મિટીંગ યોજાઇ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૧૪ :.. ધ્રોલ શહેરના નાગરીકો સાથેની એક શાંતિ સમિતિની મીટીંગ અત્રેના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે આગામી મહોરમ, તાજીયા અને જન્માષ્ટમીના હિંદુ-મુસ્લીમોના તહેવારો આવી રહેલ છે. તેના અનુસંધાને જામનગર જીલ્લાના ડીવાયએસપી કે. આઇ. દેસાઇ આ તહેવારો પ્રસંગે કોમી એકતાનું વાતાવરણ જળવાઇ રહે. તેમજ તહેવારોનું સન્માન જળવાઇ રહે અને કોઇના ધર્મને ઠેસ ન પહોંચે તે રીતે ઉજવવા. અનુરોધ કર્યો હતો.

ધ્રોલ ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં આગામી તહેવારો માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ કોવિંડની ગાઇડ લાઇન્સ મુજબ ઉજવવા અનુરોધ કરેલ. તેમજ માસ્ક પહરેીને તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને તહેવારોની ઉજવણી કરવા જણાવેલ.

શાંતિ સમિતિની યોજાયેલી બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નવીનભાઇ મહેતા, રાજભા ઝાલા, પીટુભાઇ વાઘેલા, મુસ્લીમ સમાજના અગ્રણી ફારૂકભાઇ ડોસાણી બશીરભાઇ લંધા, તથા ગફારભાઇ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે હાજર રહેલા આગેવાનોએ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ, તહેવારો ઉજવવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

(12:51 pm IST)