Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ધ્રોલમાં સરકારી જમીન ઉપર બાંધકામ કરાતા લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ ફરીયાદ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૧૪ :.. ધ્રોલ શહેર ખાતે રાજકોટ રોડ પર સરકારી હોસ્પીટલ સામેના રોડ પર પાણાખાણની સરકારી જમીન પર ગેરકાયદે ચાલી રહેલા બાંધકામ અંગે સ્થાનીક નગરપાલીકામાં અનેક રજૂઆતો પછી પણ કોઇ જ કાયદાકીય કાર્યવાહી નહી થતા આ ગેરકાયદે બાંધકામ સામે ધ્રોલ શહેરમાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બાંધકામ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ ફરીયાદ કરવામાં આવતા અને આ ફરીયાદના અનુસંધાની વહીવટી તંત્રએ તાકીદે કાર્યવાહી હાથ ધરતા શહેરમાં અનેકવિધ અટકળો ચાલુ થયેલ છે.

ધ્રોલના આ સરકારી જમીન ઉપર ચાલી રહેલા બાંધકામ અંગે લેન્ડ ગ્રેબીંગ પો. હી. ર૦ર૧ મુજબની ફરીયાદ કરવામાં આવેલ. આ ઓનલાઇન ફરીયાદ ઓન લાઇન પોર્ટર ઉપર ગુજરાત સરકારના ઇન્ટી ગ્રેટેડ ઓન લાઇન રેવન્યુ એપ્લીકેશન ઉપર ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ર૦ર૦ અંર્તગત કરવામાં આવતા. ફરીયાદ કર્યાના ૧૦ થી ૧ર દિવસમાં જ આ અંગે ધ્રોલ પ્રાંત અધિકારી ઉપર આ અંગે તપાસ કરવાનો આદેશ આપવામાં આવતાં. પ્રાંત અધિકારી ધ્રોલ દ્વારા ધ્રોલ સીટી સર્વે કચેરીને જાણ કરતાં. સીટી, સર્વે કચેરીના અધિકારીઓએ પાણાખાણ ખાતે ચાલી રહેલા બાંધકામની મુલાકાત લીધી હતી. અને આ બાંધકામ અંગેના ડોકયુમેન્ટ અંગે તપાસ કરતા સ્થળ પર હાજર રહેલા. વ્યકિતઓ તેઓના આ બાબતે કાંઇ જ ખબર ન હોય બે દિવસનો સમય આપવા માંગણી કરવામાં આવેલ.

આ પાણાખાણમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ સબબ સ્થાનીક નગરપાલીકામાં અનેક વખત લેખીત તેમજ મૌખીક રજૂઆતો કરવા છતાં કોઇ જ કાયદેસરની કાર્યવાહી ન થતા શહેરના જાગૃત નાગરીક રાજેન્દ્રસિંહ સોલંકીએ લેન્ડ ગ્રેબીંગ એકટ મુજબ તા. ર૯-૭-ર૧ ના રોજ ઓન લાઇન ફરીયાદ કરેલ હતી. આ ફરીયાદના અનુસંધાને તાત્કાલીક સ્થળ ઉપર અધિકારીઓની મુલાકાત બાદ આ બાંધકામ કરવા વાળા દુકાનદારોએ  આ બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ છે. આ ગેરકાયદે બાંધકામ અંગે સ્થાનીક ચીફ ઓફીસરનું પણ નિવેદન લેવામાં આવેલ છે.

(12:50 pm IST)