Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઉનાની મછુન્દ્રી પુલની જોખમરૂપ રેલીંગ

ઉના : શહેરની મધ્યમાંથી પસાર થતો સોમનાથ - ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર વડલી ચોક આગળ મછુન્દ્રી નદી ઉપર ૬૦ વરસ પહેલા પુલ બાંધવામાં આવેલ હતો હાલ આ પુલ એકદમ જર્જરીત થઇ ગયો છે. અને પુલ ઉપર ર૪ કલાક ભારે વાહનો, ટ્રક, ડમ્પર, લોડરો, બસ તથા મોટર, મોટર સાયકલ ત્થા ચાલીને રાહદારીઓ ર૪ કલાક પસાર થાય છે. આ પુલની બન્ને સાઇડ સિમેન્ટની રેલીગમાં ઉનાથી પસાર થતા જમણી બાજુ પુલની રેલીંગ બે થી ૩ ફુટ પહોળી તુટી ગઇ છે. ટ્રાફીક પુલ ઉપર થાય છે. ત્યારે પસાર થતા વાહન ચાલકો જીવને જોખમે પસાર થાય છે. આ તુટલી રેલીંગને કારણે જો રાહદારી કે વાહન ચાલક અકસ્માતે પડી જાય તો પુલની ૪૦ ફુટ નીચે નદીમાં પડી શકે તેમ છે. વહેલી તકે આ તુટેલી રેલીંગ તુરંત રીપેર કરાવી પુલની બન્ને બાજુ ૩ થી ૪ ફુટ ઉંચી રેલીંગ બનાવે તેવી લોક માંગણી ઉઠી છે. પુલ ઉપરની તુટેલી રેલીંગની તસ્વીર. 

(12:49 pm IST)