Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીના સાનિધ્યમાં કાલે ૧૫૫૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ લહેરાવશેઃ ત્રિરંગાના શ્રૃંગાર દર્શન

વાંકાનેર, તા.૧૪: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર' ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર મંદિર આયોજિત તેમજ પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રાવણમાસના પાવન પુણ્યશાળી અવસરે શનિવાર ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને (૧૦૦૦ કિલોના ફ્રૂટના અદ્બૂત શણગાર દર્શન તેમજ 'ફ્રુટનો અન્નકોટ' રાખવામાં આવ્યો છે, આજે સવારે ૫:૩૦ કલાકે દાદાની મંગળા આરતી સ્વામી શ્રી ડી, કે, સ્વામીજીએ ઉતારેલ તેમજ સવારે ભવ્ય શણગાર દર્શન આરતી સવારે સાત કલાકે પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજીએ ઉતારેલ હતા આ પ્રસંગે સંતો હાજર રહયા હતા આજે શનિવાર હોય દાદાના દરબારના હજારો ભાવિકોએ રૂબરૂ દાદા ના દર્શનનો લાભ લીધેલ હતો તેમજ ઓનલાઇન દ્વારા પણ દેશ, વિદેશમાં ભાવિકોએ શણગાર આરતીના દર્શનનો લાભ લીધેલ છે. સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર કાલે 'રાષ્ટ્ર ભકિતથી ગુંજી ઉઠશે  ત્યારબાદ મંદિર પરિસર માં ગ્રાઉન્ડમાં આ ભવ્ય દિવ્ય (૧૫૫૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ) જ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીના માર્ગદર્શન હેઠળ એમના પવન સાનિધ્યમાં દાદાના દરબારમાં રાષ્ટ્ર ગીતો સાથે સવારે ૯: કલાકે ધ્વજવંદન થશે જ પ્રસંગે ૫૫૧ બાળકો તથા મંદિર ના સહુ કર્મચારીઓ, ભાવિકો રાષ્ટ્ર ગીત સાથે સલામી આપશે, સાળગપુરધામમાં દાદાના દરબાર રાષ્ટ્ર ભકિતના નારાથી રાષ્ટ્ર ભકિતથી ગુંજી ઉઠશે તેમજ આવતીકાલે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 'ત્રિરંગાનો ભવ્ય શણગાર દર્શન'  રાખેલ છે જ યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી તથા સ્વામીશ્રી ડી, કે, સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(12:48 pm IST)