Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જામકંડોરણાનાં ધોરીધાર મંડળીઓની વાર્ષિક સાધારણ સભા જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં યોજાઇ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૪ :.. જામકંડોરણાની શ્રી ધોળીધાર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. તેમજ ધોરીધાળ સેવાદાય સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ હાજરી આપી દૂધ મંડળીના ભવનને રીબીન કાપી ખુલ્લુ મુકેલ તેમજ ગૌશાળાના રોડનું લોકાપર્ણ કરેલ. અને ગૌ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરેલ હતી.

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ સહકારી ક્ષેત્રથી થતા ખેડૂતને થતા ફાયદા અંગે માર્ગદર્શન આપેલ હતું.

આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠલભાઇ બોદલ, ચંદુભા ચૌહાણ, જસમતભાઇ કોયાણી, ધનજીભાઇ બાલધા, કરશનભાઇ સોરઠીયા તેમજ દુધ ડેરીના પ્રમુખ પરસોતમભાઇ સાવલીયા, પીટીઓ પટેલભાઇ, અને મંત્રી નારણભાઇ રાણપરીયા તેમજ ધોરીધાર મંડળીના પ્રમુખ ચંદુભાઇ રાણપરીયા, અને મંત્રી શૈલેષભાઇ બાલધા, સહિતના હાજર રહેલ આ તકે ધોરીધાર ના યુવા સેવાભાવી સરપંચ સુરેશભાઇ રાણપરીયાએ મહેમાનોને આવકારેલ આ તકે જામકંડોરણા મારકેટીંગ યાર્ડના નવનિયુકત ડીરેકટર રસીકભાઇ રાણપરીયાને મંત્રી જયેશભાઇ રાદડીયાએ સન્માનીત કરલ હતાં.આ તકે મંડળીના વ્યવસ્થાપક સભ્યો, ગ્રામજનો અગ્રણીઓ અને ખેડૂતો હાજર રહેલ આ કાર્યક્રમની આભારવિધી મંડળીના મંત્રી શૈલેષભાઇ બાલધાએ કરેલ હતી.

(12:47 pm IST)