Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

દેશની સ્વતંત્રતાના ૭૫મા વર્ષે મોંઘવારી આતંકવાદ ભ્રષ્ટાચાર સામેના પડકારો

વર્તમાન સ્થિતિએ બેકાબુ મોંઘવારી આતંકવાદ ભ્રષ્ટાચારને નજર અંદાજ કરી શકાય નહી : બંધારણની પવિત્રતા ઘસાય નહી તે જોવાની જવાબદારી નિભાવવાની જરૂર

પોરબંદર : વિક્રમ સંવત ૨૦૭૭ તા.૧૫મી ઓગષ્ટ રવિવાર ભારતને ૭૫માં આઝાદી સ્વતંત્રતાની પ્રવેશ તા.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના મધ્યરાત્રી ઇ.સ. પ્રમાણે વહેલી સવારની રાત્રી જયારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તા.૧૪મી ઓગષ્ટની પુર્ણ મધ્યરાત્રીના આઝાદી સ્વતંત્રતા પ્રાપ્ત થઇ. બસો વર્ષ ઉપરની ગુલામીમાંથી હિન્દુસ્તાન ભારત મુકત થયુ અને વર્ગનર શાસન આવ્યુ. પ્રથમ ગવર્નર સ્વ.રાજગોપાલાચાર્યજી રહ્યા. તેઓના નેતૃત્વમાં વચગાળાની સરકાર ચલાવવાની રચના કરવામાં આવી. ગર્વનર શાસન શાસન બે વર્ષ કરતા વધુ શાસન રહ્યુ. આ શાસનમાં સ્વ.પંડીત જવાહરલાલ નહેરૂ વડાપ્રધાનપદે જયારે નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પદે સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલ રહ્યા. મંત્રીમંડળની રચના થઇ.

હિન્દુસ્તાની ભારતના નાગરીકોને સને ૧૯૫૦ના જાન્યુઆરી માસની તા.૨૬મીના સ્વતંત્ર બંધારણ પ્રાપ્ત થયુ અને સ્વતંત્ર નાગરીકોના હકકો પ્રાપ્ત થયા. સખેદ દુઃખ સાથે જણાવવાનું કે, બંધારણ સ્વાયત પ્રાપ્ત હોવા છતા છેલ્લા દશ વર્ષમાં બંધારણની પવિત્ર સ્વાયત્તા ધીમે ધીમે ઘસાવવા લાગી છે. વર્તમાન સ્થિતિએ ઉંડાણથી ભારતનો નાગરીક બંધારણથી દિનપ્રતિદાન વિમુકત થતો જાય છે. વર્તમાન ભાજપ સરકારના શાસકો ગમે તેવું આશ્વાસન સાથે હૈયાધારણ પરંતુ ધીમીગતિની હિટલર શાહી ડિકટોશીપથી ઘેરાયેલ છે. ભાજપ સરકારના શાસનમાં રાજધર્મ કસોટીની પર ચડેલ છે.

ભારતની વિવિધ વડી અદાલતો, સર્વોચ્ચ અદાલતોએ કોરોના મહામારીને ધ્યાને રાખી ખાનગી ટ્રસ્ટ ધરાવતી સંસ્થાનીક ખાનગી સ્કુલો, કોરોના વિદ્યાર્થીનો ફીના પ્રશ્ને જે ન્યાયકીય માર્ગદર્શન સુચના અને હુકમોની અસર અમલમાં કેટલી? સરકાર પરિપત્રો બહાર પાડી સંતોષ માને છે. પરિપત્રની ભાષા પણ સમજવા જેવી હોય છે. બીજી સરકાર શિક્ષણ પ્રત્યે કડક  છે. રાઇટ ટુ એજયુકેશનનો લાભની વાતો કરે છે. કાયદો પસાર કરેલ છે. અમલમાં હોવા છતા લાભ મળતો નથી.રજવાડી સમય અને અંગ્રેજી શાસનમાં બંધાયેલ મિલકતો આજની તારીખે અડીખમ ઉભી છે. ભુકંપ વાવાઝોડા, તોફાન સામે અડીખમ ઉભી છે. છતા નવયુકત એન્જીનિયરો, આર્ટીકલો પાસે ૧૦૦ જેટલા વર્ષ કરતા જુના બનાવી બાંધકામ નબળુ પડી ગયાના પ્રમાણપત્રો મેળવી ખંઢેર બનાવી ભ્રષ્ટાચારની નોબલ વગાડાય છે. વર્તમાન સમયના ફર્નીચર કરતા એક સદી પુરાણા ફર્નીચર બારી દરવાજા મજબુતાઇ જે બની એકસો વર્ષ સુધી જાય નહી. કયાંક સડો જોવા મળે નહી. જુના બાંધકામ ખીલી કે ખીલ્લા ખુંચાડવા કઠીન, ડ્રીલના પાના પણ કામ કરતા નથી. પથ્થર ઘડવાના હથિયારો તુટી જાય તેવા મજબૂત હોવા છતા ડેમેજ કરી નિર્જીવ કરી દેવામાં આવેલ છે.

સર્વોચ્ચ અદાલતના આદરણીય સન્માનીય ન્યાયમુર્તીશ્રીઓ નાની નાની બાબતો ધ્યાને લઇ જાહેર હિતની અરજીઓ દાખલ સ્વતંત્ર ન્યાયાશનની પ્રતિતી કરાવે છે ત્યારે સન્માનનીયોને આ વસ્તુ કેમ ધ્યાને આવતી નથી? મૌન કેમ જણાય છે? સરકાર પાસે જવાબ માંગવા જાણવા સત્ય બહાર લાવવા માટેની રેખાને દુર રાખેલ છે. સાચી ન્યાયાશન પ્રક્રિયાના જાહેર હિતાર્થે દર્શન કરાવવા જરૂરી છે.

વર્તમાન સરકારે વિકાસનો મોટો આગળ રાખી તેમજ વિશ્વના અર્થતંત્રને સામે રાખી ગર્ભીત રીતે ગળુ દબાવી રહ્યા છે. પ્રજાકીય શાસનની અસર દિનપ્રતિદિન ઘટતી જાય છે. ધીમે ધીમે હિટલરશાહીની ડીકટેટર શીપ વર્તમાન સાલાનું શાસન તરફ આગળ વધી રહેલ છે કે શુ? ચર્ચા મુજબ સરમુખત્યારશાહી ધારણ કરી લીધી છે અને મોંઘવારીના રાક્ષસે ગજાબહારનું કાંઠુ કાઢી રહી છે. પેટ્રોલ ડીઝલ ઇંધણગેસ, જીવનજરૂરી ખાદ્યચીજો, શાકભાજી દૂધના ભાવ વધારાએ કમ્મર તોડી નાખી છે. ગૃહીણીનું બજેટ અસ્તવ્યસ્ત કરી નાખ્યુ છે. હાલના તબકકે સુવર્ણ ચળકાટ બાહ્ય જણાય છે. ખુશી ઉપજે છે. વાસ્તવમાં ભ્રષ્ટાચાર અને કાળુનાણુ ઉભુ કરવા માટેની રીઝર્વ બેંક અને અર્થતંત્ર પર જબરજસ્ત અસર ઉભી કરી રહી છે. જો ભારતની સ્વતંત્રતાની ઉજવણીના ૭૫ પીચોત્તેર વર્ષમાં મંગળપ્રવેશમાં આવી યાતના પ્રજાસતાક રાજયના નાગરીકોને ભોગવવી પડતી હોય તો આગામી સપ્તકસદી સુધી પહોચશે.

ભાજપ સરકાર કાશ્મીરના સંબંધે કલમ ૩૭૦ ની કલમ નાબુદી કર્યાનો યશ ખાટી રહી છે.વિશ્વમાં પણ પ્રશંસા મેળવી પરંતુ વિચારો કલમ ૩૭૦નાબૂદ કર્યા પછી પણ ઘણુ કરવાનુ બાકી છે. આજ પણ કાશ્મીરની ખાડા વસ્તી રક્ષણ વિનાની છે. તેની કોઇ સલામતી નથી. તે માનસિક તનાવ અસર જીવી રહી છે. કાશ્મીરના સ્થાનીક રક્ષક દળ યાને પોલીસ પર છાશવારે હુમમલા આતંકીઓના થાય છે. જવાનોને ગંભીર ઇજાઓનો ભોગ બનવુ છે. પરિવાર ફફડતો રહે છે. ફરજ પર શહીદી વ્હોરે છે. તેની ચિંતા આપણે ઝાઝી કરતા નથી. શ્રધ્ધાંજલી કે સરકારના નામે આશ્વાસન સંદેશા નિવેદનોથી પેર ભરાતુ નથી. કાશ્મીરી પ્રજામાં મુસ્લીમ વસાહતના મોભીઓ દેશની સાથે રહી ભાઇચારાનો વહેવાર રાખવામાં મરજી મુજબ બંધારણની વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરી સરકારના નામે જે વહેવાર કરે છે. તે ચિંતાજનક છે.

પાકિસ્તાન ચીનના પડખામાં રહી પોતાના કબજાવાળા વિસ્તાર ઉપરાંત ભારતમાના કબજાવાળા ભાગમાં દાખલગીરી કરી રહ્યુ છે અને ખતરનાક ખેલ પાકિસ્તાન ચીન સાથે હાથ મેળવી પાડી રહ્યુ છે. તેની ચિંતા શાસકકર્તાઓને વાણી વિલાસ અને નિવેદનના ઉચ્ચારણોથી બહાર દર્શાવે છે. જયારે અંદર ખાને ખતરનાક ખેલ ખેલાય રહ્યો છે. મહત્વપુર્વ બાબત કાશ્મીર વિશિષ્ટ દરજજો આપતી કલમ ૩૭૦ની નાબૂદ કરી પરંતુ યુનો પાસે કાશ્મીરનો પ્રશ્ન હજુ જીવંત છેલ્લા ૭૪ ચીમોતેર વર્ષથી પડતર છે. તેનો કાયમી ઉકેલ ભારતે જ કરવો પડશે. પાકિસ્તાનના કબજાવાળો ભાગ ભલે પહાડી ખડકાળ હોવા પરંતુ તેને નજર અંદાજ ગણી કાઢી શકાય નહી. ભારતે અને ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન મેળવેલ કબજો જીત્યા છતા પાકિસ્તાનને સોપ્યો. આપણી નિતી ગમે તેવી ઉદાર સદભાવના પુર્ણ હોય, પરંતુ અત્યારે સમજાય છે કે આ સદભાવનાનો દુરઉપયોગ પાકિસ્તાન કરી રહ્યુ છે. ચીન માટે મારગ મોકળો કરી રહેલ છે. તેમજ આતંકવાદીની ઘુસણખોરી અને આશ્રય સ્થાન ગણાય છે. હાલની પરિસ્થિતી કાશ્મીર માટે જાગૃતિ માંગે છે.

એક મહત્વની હકીકત એ છે કે, પુર્વ સરકારમાં મંત્રીશ્રીઓના કે વડાપ્રધાનશ્રીના સરકારી જાહેરાતોમાં મર્યાદા જોવા મળતા જયારે વર્તમાન ભાજપ સરકારમાં માતા પિતાના ફોટા કે ઇષ્ટદેવના ફોટાના દર્શન કરવાના બદલે જે તે રાજયના મુખ્યમંત્રીશ્રીઓ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફોટા સિવાય ચાલે નહી. તેના દર્શન કરવા ફરજીયાત કરવા પડે. સર્વોચ્ચ અદાલતે અમુક અમુક સમય પહેલા એક અરજી પર માર્મિક ટકોર કરી સરકારનું ધ્યાન દોરેલ પરંતુ જે બાબતમાં સરકારે ગંભીર નોંધ લીધી નથી.

આપણે તા.૧૫મી ઓગષ્ટ રવિવાર ભારત હિન્દુસ્તાન સ્વતંત્ર થયાને ૭૫ પીચોત્તેર વર્ષના મંગલપ્રવેશની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વર્તમાન સ્થિતિને નજર અંદાજ કરી શકાય નહી.
(સંકલનઃ હેમેન્દ્રકુમાર પારેખ, પોરબંદર)

(11:47 am IST)