Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાણાવાવ સિમેન્ટ ફેકટરીની દૂર્ઘટનામાં વધુ એક મજૂરનું મોતઃ મૃત્યુઆંક ૪

મધ્યપ્રદેશના ૨૭ વર્ષિય ધારાસિંહે રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૪: પોરબંદરના રાણાવાવ ગામે આવેલી સોૈરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં આવેલી ચીમનીમાં અંદરના ભાગે મજૂરો માચડા ઉપર ઉભા રહી કલર કામ કરતાં હતાં ત્યારે માચડો ધડાકાભેર તૂટી પડતાં છ મજૂરો દબાઇ ગયા હતાં. નવેક કલાકના રેસ્કયુ બાદ ત્રણ મજૂરોને બચાવી લેવાાયા હતાં. જ્યારે ત્રણના મોત નિપજ્યા હતાં. જે ઘાયલો પૈકીના એક યુવાને રાજકોટમાં દમ તોડી દેતાં મૃત્યુઆંક ૪ થયો છે.

જે મજૂરોને બચાવી લેવાયા હતાં તે પૈકીના એક મધ્યપ્રદેશના ધારાસિંહ મખ્ખનસિંહ રજાક (ઉ.વ.૨૭)ને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તાલુકા પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી રાણાવાવ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ધારાસિંહ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજો હતો. તેના મોતથી ત્રણ માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

(11:45 am IST)