Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઓખામાં આઝાદી અંગે પુસ્તકોનું પ્રદર્શન

ઓખા : સરકારી તાલુકા પુસ્તકાલય ઓખા ખાતે ગ્રંથાલય શાસ્ત્રના પિતામહ ડો.એસ.આર.રંગનાથનની જન્મજયંતી તથા વિશ્વ યુવા દિન નિમિતે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આઝાદીને લગતા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવેલ. ન.પા. સંચાલીત હાઇસ્કુલના આચાર્ય જે.બી.જાડેજા દ્વારા ઉપસ્થિત સૌને જીવનમાં પુસ્તકોનું મહત્વ સમજાવી ખુલ્લા મુકાયેલ પુસ્તક પ્રદર્શનને નિહાળવા હાઇસ્કુલના કર્મચારીગણ, વિદ્યાર્થીઓ ઉપરાંત બહોળા પ્રમાણમાં નગરજનો ઉમટી પડેલ અને આઝાદીને લગતા પુસ્તકો નિહાળી માહિતગાર થયેલ. સમગ્ર કાર્યક્રમ નિયામક ગ્રંથાલય, ડો.પંકજભાઇ ગોસ્વામીની પ્રેરણા તથા મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી મોઢના માર્ગદર્શન હેઠળ ઓખા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ શ્રી ડાંગર તથા ચેતનભાઇ વરૂ દ્વારા સુપેરે પાડ પાડવામાં આવેલ. પુસ્તક પ્રદર્શન યોજાયુ તે તસ્વીર.

(11:44 am IST)