Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગીરસોમનાથમાં આત્મનિર્ભર મહિલા શકિત સંવાદ

પ્રભાસપાટણ :  વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર મહિલા શકિત સંવાદનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનલાઇન વર્ચ્યુઅલ માધ્યમ થકી આત્મનિર્ભર મહિલા શકિત સંવાદમાં વિવિધ મહિલાઓ સાથે આત્મિયતાસભર સંવાદ સાધીને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બનવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦માં મિશન મંગલમ યોજના અમલમાં મુકીને ૧૦ હજાર સખીમંડળોને રૂ. ૬ કરોડ આપીને આત્મનિર્ભર બનાવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં ૧૬૫ સ્વસહાય જુથોને રૂ. ૧૧૪૭૦૦૦ લોન ચુકવી ગ્રામીણ મહિલાઓને સંગઠીત કરી તેમને આર્થિક અને સામાજીક રીતે મહીલાઓને સશકત બનાવવાનું કાર્ય હાથ ધરીને મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી પુરી પાડી છે. શાબ્દીક સ્વાગત ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર અને કાર્યક્રમનું સંચાલનશ્રી રૂપેશ મહિપાલે કર્યું હતું. જયારે આભારવિધિ સુનિતા ઓઝાએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી શર્યુબેન ઝણકાટ સહિત બહેનો ઉપસ્થિત રહી હતી.મહિલા શકિતસંવાદ યોજાયો તે તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:43 am IST)