Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સોમનાથમાં દુધીયા નાગદેવના મંદિરે નાગપંચમી

પ્રભાસપાટણ : સોમનાથ દાદાના સાનિધ્યમાં આવેલ તન્ના દામાણી ગેસ્ટ હાઉસની બાજુમાં રોડ ઉપર ભોયરામાં દુધીયા નાગદેવનું પ્રાચીન ભોયરૂ આવેલ છે અને ત્યા નાગદેવતાની પ્રતિમા બિરાજમાન છે ત્યા આને નાગપંચમીના પવિત્ર દિવસે નાગદેવતાને દુધ ચડાવવામાં આવે છે. જેમાં નાના કોળી સમાજના લોકો તેમજ પ્રભાસપાટણના લોકો દ્વારા દૂધનો અભિષેક નાગપંચમીના નાગદેવતાને કરે છે અને પુજા અર્ચના અને પ્રસાદ પણ ચડાવવામાં આવેલ. નાગપંચમી નિમિતે શોભાયાત્રા કાઢવામા આવે છે. જેમાં નાના કોળી સમાજના સેવકો અને અન્ય લોકો જોડાય છે અને આ શોભાયાત્રા દરમિયાન રૂટમાં આવતા ભરડાપોળમાં તુંગલદાદા અને રામરાખ ચોકમાં મરાઠા બાપાને ધ્વજારોહણ તેમજ પુજા અર્ચના કરે છે. શોભાયાત્રા પુર્ણ થયા બાદ નાગદેવતાના મંદિરે પુજા અર્ચના બાદ ધ્વજા ચડાવવામાં આવેલ. સાંજના સોળસોપચાર પુજા પત્યા બાદ નાગદેવતાનો હવન કરેલ છે અને ઉત્સવ મનાવવામાં આવેલ કોળી સમાજના લોકો લગ્ન બાદ નાગદેવતાના દર્શને આવે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:42 am IST)