Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ધોરાજીના નાની વાવડીમાં જંગલી સુવરે ૨ને બટકા ભર્યા

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૪ : નાની વાવડી ગામે વરસાદ ખેંચાતા ખેડૂતો પોતાની વાડીએ મુરજાતી મોલાત પાણી વાળવા રાત્રે ૨.૩૦ કલાકે પાવર આવે છે જેથી ખેડૂતો મોડી રાત્રે વાડીએ પાણી વાળવા જતા હોય ત્યારે જંગલી સુવરે ખેડૂતોને બચકા ભરતા લોહી લોહાણ કરેલ અને જેમાં ભરતભાઇને વધારે ઇજાઓ થતા ગંભીર હાલતમાં જુનાગઢ સારવારમાં ખસેડાયા હતા અને તેને ૧૧૬ ટાંકા આવેલ અને દેવણશીભાઇ પીઠીયાને પણ બચકા ભરતા ઇજાઓ થતા તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ બનાવ અંગે નાની વાવડીના મંડળીના પ્રમુખ આર.સી.ભુતે ફોરેસ્ટને જાણ કરેલ હતી અને જંગલી સુવરોના ત્રાસ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હાલ ખેતી માટે વિજળી રાત્રે ૨.૩૦ કલાકે આવે છે અને ખેડૂતો રાત્રે વાડીએ જતા જંગલી સુવરો હુમલો કરતા ખેડૂતો રાત્રે વાડીએ જતા ડરે છે. આ અંગે ફોરેસ્ટ વિભાગ આવા જંગલી સુવરોને પકડે તેવી માંગ કરેલ છે.

(11:42 am IST)