Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગોંડલના વાતાવરણમાં પલટો : ધીમીધારે વરસાદથી ગરમીમાં રાહત

વરસાદ આવતા જ ગોંડલ પંથકના ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. ત્યારે ગોંડલના વાતાવરણમાં સવારે પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસી જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમામાંથી રાહત અનુભવી હતી. વરસાદ આવતા જ ગોંડલ પંથકના ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા જાગી છે.

(10:55 am IST)