Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

પોરબંદરના રાતીયા ગામના રબારી રાજા પાલાના વારસોને ન્‍યાય મળ્યો : શરતભંગની નોટીસ રદ કરાઇ

પારબંદર : રાતીયા ગામના રબારી રાજા પાલાના વારસોને સાંથણીની જમીન પ્રશ્‍ને ન્‍યાય મળ્યો છે. શરત ભંગની અપાયે નોટીસ રદ કરાઇ છે.

 આ કેસની પુરી વિગતો જોઇઅે તો સરકાર દ્વારા ગરીબ અને પછાત લોકોના વિકાસ માટે સાંથણીમાં જમીન આપતા હોય છે. અને તે જમીનમાં જાતે ખેતી કરતા હોય કે, બીજાનો કબજો હાય કે, પડતર રાખેલી હોય તો તેવા સંજોગોમાં જમીન શરતભંગ ગણી ખાલસા કરવામાં આવે છે. અને તે રીતે પોરબંદર તાલુકાના રાતીયા ગામે રબારી રાજા પાલા ને જમીન આપેલી હતી. અને તે જમીન શરતભંગ થતી હોવાનુ જણાવી સર્કલ ઓફીસર માધવપુર દ્વારા કેસ દાખલ કરતા અને તેમાં અગાઉ નાયબ કલેકટર દ્વારા શરતભંગ સાબીત માની ખાલસા કરવાનો હુકમ કરેલો હતો. જે અન્વયે રબારી રાજા પાલા ના વારસોએ પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે જીલ્લા કલેકટરમાં અપીલ દાખલ કરેલી હતી. અને દલીલમાં જણાવેલ કે, શરતભંગની કાર્યવાહી ખોટી રીતે કરેલ છે. અને સર્કલ ઓફીસર માધવપુર નો અભિપ્રાય જોતાં ''સવાલવાળો સર્વે નંબર મોટો હોય તેથી જમીન મળી આવતી હોય તેથી પડતર હોવાનુ અનુમાન કરી શરતભંગ કરેલ હતી. '' પરંતુ ખરેખર અરજદાર કબજો ધરાવતા હોય, ખેતી કરતા હોય અને ઉપજ લેતા હોય તેવી દલીલ કરતા જીલ્લા કલેકટરએ જમીન ખાલસાનો હુકમ રદ કરી નાયબ કલેકટરને ફરીથી કેસ ચલાવવા હુકમ કરતા નાયબ કલેકટરમાં કેસ ફરી ચાલતા અને તેમાં સ્થળ ઉપર ખરાઈ કરવા રોજકામની અરજી કરતા અને તે અન્વયે સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતા જમીનનો કબજો અરજદારો પાસે હોય, ઉપજ લેતા હોય, ખેતી કરતા હોય તેવુ રોજકામમાં ફલીત થતા નાયબ કલેક્ટર કે. વી. બાટી દ્વારા શરતભંગની નોટીસ વીથ ડ્રો કરવાનો અને તે રીતે સરકાર દ્વારા પછાતવર્ગની વ્યકિતને જે હેતુમાટે જમીન આપવામાં આવેલી હોય તે હેતુ તેઓ સિઘ્ધ કરતા હોય તો ખોટી રીતે જમીન જુટવી શકાય નહીં. તેવુ ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.

કામમાં અરજદાર વતી પોરબંદરના જાણીતા એડવોકેટ  દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

(11:18 pm IST)