Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

માળિયામાં ધાડના ગુન્હામાં ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ભીમસર ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમીયાન બસમાંથી ઉતરેલ મધ્યપ્રદેશ રાજ્યના મજુરો પૈકી એક શખ્શ શંકાસ્પદ જણાતા પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

માળિયા પોલીસ ટીમે ધાડના ગુન્હામાં ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

  માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભીમસર ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમીયાન પરપ્રાંતીય ખેતમજુરી કામે આવતા ખેતમજુરો ચેક કરતા બસમાંથી ઉતરેલ મધ્યપ્રદેશ રાજ્યના મજુરો પૈકી એક શખ્શ શંકાસ્પદ જણાતા પૂછપરછ કરી પોલીસ મથકે લાવતા આરોપી રાજુ ઉર્ફે જીવણ તોલ્સિંગ ઉર્ફે તોલિયા કલજી ગામડ (ઉ.વ.૪૩) રહે એમપી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 આ  કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, કનુભા રાણાભા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા, વિશ્વરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

 
(12:32 am IST)