Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

હળવદ પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા દંપતિનું મોત

કાર ડ્રાઇવર અને અન્ય એક વ્યકિતને ઇજાઃ અમદાવાદના પતિ-પતિનો ભોગ લેવાતા અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: અમદાવાદના દંપતિની કાર હળવદ પાસે ડિવાઇડર સાથે અથડાતા દંપતિનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી હળવદ તરફ આવી રહેલ કાર નં. જી.જે.-૧૩-સીસી-૦૭૧પ ના ચાલકે કોઇ કારણોસર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાય હતી જેથી કારમાં સવાર શામજીભાઇ ભાવજીભાઇ ટાંક અને તેમના પત્ની જીકુબેન શામજીભાઇ ટાંક રહે બન્ને અમદાવાદ વાળાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

કારના ચાલક અનિરૂધ્ધસિંહ હીરાભાઇ ડોડીયા (રહે ભલગામડા)ને ઇજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અકસ્માતનાં બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલ શામજીભાઇ ટાંકએ કાર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માતના બનાવની ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(2:34 pm IST)