Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જામનગરમાં બે શખ્સોએ ઘરમાં ઘૂસી છરીની અણીએ વૃધ્ધાને લૂંટી લીધીઃ ટ્રક હડફેટે યુવાનનું મોત

જામનગર, તા.૧૪:  અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં જયાબેન અરવીંદભાઈ ઝવેરી ઉ.વ.૮૧, રે.૧૧/૬૬ મીંગ કોલોની, ત્રીજો માળ, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી બે અજાણ્યા ઈસમોએ પોતાના મોઢે હાથ દઈ મો બંધ કરીને પેટના ભાગે છરી મુકી છરીની અણીએ ફરીયાદી જયાબેનના કબાટમાં રહેલ સોનાની બંગડી નંગ–ર, કિંમત રૂ.૧પ૦૦૦/– તથા એક ગ્રામ વાળો સોનાનો ચેઈન કિંમત રૂ.પ૦૦/– તથા એક મોતીની માળા કિંમત રૂ.પ૦૦/– તથા રોકડા રૂ.૧૦,૦૦૦/– મળી કુલ મતા રૂ.ર૬૦૦૦/– વાળી લુંટી લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

સાયકલ સવાર યુવકનું મોત

પંચ બી પોલીસ સ્ટેશનમાં મોતીભાઈ વિરાભાઈ ભાટી, ઉવ.૪૬, રે. દરેડ ગામ, લાલપુર રોડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ જીલ્લા શિક્ષણ તાલીમ ભવનના સામેના ભાગે નીલકંઠ કરીયાણા સ્ટોર સામે, જાહેર રોડ ઉપર મોતીભાઈ ના નાના ભાઈનો દિકરો શંકરભાઈ પનાભાઈ ભાટી, ઉ.વ.૧૭ વાળો સાઈકલ લઈને રોડ ક્રોસ કરતો હોય ત્યારે લાલપુર બાજુથી આરોપી ટ્રક જેના રજી.નં. જી.જે.૧૦–ટી.ટી.–૭ર૪ર નો ચાલક પોતાના ડ્રાઇવીંગ હવાલાવાળી ટ્રક એકદમ પુરઝડપે ચલાવી  સાયકલ સહીત હડફેટે લેતા ટ્રકના જોટામાં આવી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ટ્રક મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

કંપનીમાં કામ આપવા બાબતે

લાલપુર પોલીસ સ્ટેશનમાં સુબોધભાઈ વલ્લભાઈ લશ્કરી, ઉ.વ.૩૮, રે. ગોકુલનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરમપુરગામે આરોપી નારણભાઈ ચનાભાઈ બેડીયાવદરા એ આ કામના સાહેદ રાહુલભાઈ આબા સાહેબ સેવાળે ને રોકી અને પોતાને રીન્યુ સૂર્યા ઉદય પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં કામ આપવાનું કહેતા સાહેદ પોતે આ કંપનીમાં નોકરી કરતા હોય અને આરોપી નારણભાઈ ને ઉપરી અધિકારી સાથે વાતચીત કરવાનું કહેતા આરોપી નારણભાઈ ઉશ્કેરાઈ જઈ સાહેદને ગાળો આપી છુટા હાથનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચોરી થયાની રાવ

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજય ઠાકરીયા કનીપા, ઉ.વ.૧૯, રે.કાલાવડ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી  છે કે, હેલીપેડ કોલોની, ફરીયાદી અજયભાઈ ના ભાડાના મકાન પાસે ફરીયાદી અજયભાઈએ હિરો હોન્ડા કંપનીનું ડીલક્ષ મોટરસાયકલ જેના રજી. નં. આર.જે.–૦૩–જે.એસ–૮૧૭૦ નું કિંમત રૂ.૪૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બાળકો વચ્ચે ઝઘડો થયાનો ખાર રાખી માર માર્યાની રાવ

બેડી પોલીસ સ્ટેશનમાં મરિયમબેન નજીરભાઈ ખોળ, ઉ.વ.૩૪, રે. માધાપર ભુંગા, ગોસે હાજમ ચોક, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, માધાપર ભુંગા,  જામનગરમાં  ફરીયાદી મરિયમબેનન દિકરોતથા આરોપી તાહિરાબેન રફીકભાઈ ગાધ નો દિકરો સાથે રમતા હતા અને રમતા રમતા ઝઘડો કરતા તેનું મનદુઃખ રાખી અને તાહીરાબેન રફીકભાઈ ગાધ, ફિરોજ હુશેન કુંગડા, આરીફ હુશેન કુંગડા, ગની હુશેન કુંગડા, રે. માધાપરભુંગાવાળા ભેગા મળી એક બિજાને મારીને ફરીયાદી મરીયમબેનને તેમજ ફરીયાદી મરીયમબેનનો દિકરીને ગાળો બોલેલ અને ફરીયાદી મરીયમબેનને પગમાં લાત મારેલ તેમજ શરીરે ઢીકાપાટુનો માર મારેલ અને માથાના વાળ પકડીને અને ઢસળેલ હતા તેમજ ફરીયાદી મરીયમબેનની દિકરીને પેટમાં લાત મારેલ અને શરીરે ઢીકાપાટુનો માર મારેલ હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

(12:54 pm IST)