Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમરેલી જીલ્લામાં ઝાપટાથી વધુ દોઢ ઇંચ વરસાદ વરસતા પાકને ફાયદો

(અરવિંદ નિર્મળ દ્વારા)  અમરેલી, તા.૧૪: શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં અને વિજળીનાં કડાકા ભડાકા સાથે અમરેલીમા એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવો ભારે વરસાદ શરૂ થયો હતો. લીલીયાનાં હાથીગઢ અને આસપાસનાં ગામોમાં બપોરનાં એકથી દોઢ ઈંચ જેવો વરસાદ પડી જતા ખેતી પાકને સારો ફાયદો થશે. સારા વરસાદનાં કારણે ખડુતોમાં ખુશી વ્યાપી છે.

બગસરા શહેરમાં માત્ર ઝરમર વરસાદ. જયારે બાબાપુરમાં બપોરનાં વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતા જોરદાર પાણી વહી ગયાં હતાં. જયારે ગાવડકા અનેખીજડીયામાં વરસાદનું હળવુ ઝાપટુ દામનગર શહેરમાં વરસાદનું ઝાપટુ. ધારી શહેરમાં અડધો ઇંચ વરસાદ. લાઠી શહેરમાં બપોર બાદ એકથી દોઢ ઈચ જેવો વરસાદ પડ્યો હતો. લાઠીનાં અકાળામાં ધોધમાર એકથી દોઢ ઈંચ જેવો વરસાદ પડી જતા ખેતી પાકને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. ચિતલમાં આજે બપોરથી સાંજ સુધીમાં ધોધમાર દોઢથીબે ઇંચ જેવો વરસાદ પડી જતા ખેડુતોખુશ. રાજુલા શહેરમાં વરસાદનાં હળવા ઝાપટા પડ્યા છે. વડીયા શહેરમા ંઅડધો ઈચ જેવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોટા આંકડીયામાં વરસાદનું હળવુ ઝાપટુ. અમરેલી નજીકનાં ફતેપુર,વિઠલપુર,ચાંપાથળમાં ધોધમાર દોઢ ઈચ જેવો વરસાદ. સાવરકુંડલામાં હળવા ભારે ઝાપટાથી એક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. અમરેલીમાં એક અને વિજપડીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.જાફરાબાદ બંદરે ૩નંબરનુંભયસુચન સિગ્નલ લગાવીને પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે.

(12:51 pm IST)