Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન

માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા 1994 માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલું. તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાટણ ડી ડી ઓ રમેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી.

 માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા 1994 માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલું. તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ, ખેડૂતોને રોઝના ત્રાસ માંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા.તેમના અવસાન થી મોરબી પંથકે એક સેવા ભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે,ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, IAS રમેશ મેરજા જોડાયા હતા.

(12:57 pm IST)