Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જસદણ પાસે ઇકો ચાલક નિલેશ કોળીને ત્રણ શખ્સોએ માર મારી ધમકી આપી

બાઇક સામુ જોઇને ચલાવવાનું કહેતા તૂટી પડયા : ઝૂંડાળા ગામે પરેશ પ્રજાપતિ ઉપર કેતન પટેલનો લાકડીથી હૂમલો

રાજકોટ તા. ૧૪ :.. જસદણ પાસે બાઇક સામુ જોઇને ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલ ત્રણ શખ્સોએ ઇકો ચાલકને માર મારી ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના ચીપળીયા રોડ ઉપર રહેતા મુળ બાખલવડના નિલેશ બાબુભાઇ માણકીયા (ઉ.વ.ર૪) પોતાની ઇકો કાર લઇ જસદણથી ચિતલીયા જતો હતો ત્યારે ઇકો પાસેથી પસાર થયેલ બાઇક સ્વારને સામુ જોઇને બાઇક ચલાવવાનું કહેતા બાઇક સ્વાર મેહુલ પારીખીયા, નિલેશ પારબળીયા તથા એક અજાણ્યા શખ્સ લાફો મારી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા હેડ કો. અરૂણાબેને તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં આટકોટના ઝૂંડાળા ગામે રહેતા પરેશ નાનજીભાઇ ગોંડલીયા (પ્રજાપતી) ને તેજ ગામના કેતન લાલજીભાઇ માથુકીયાએ દારૂ પીધેલ હાલતમાં લાકડીથી હૂમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ થતા એ. એસ. આઇ. રઘુભાઇ ભલગામડીયાએ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)