Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આટકોટમાં રાત્રીના વરસાદ : વાડી - ખેતરોમાં પાણી ભરાયા

આટકોટ : આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે રાત્રે આઠ વાગ્યે આકાશમાં કાળા ડીંબાગ વાદળો સાથે મેઘસવારી પહોંચી. વીસ મિનિટમાં ધોધમાર વરસાદ પડયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગાયત્રીનગરમાં ગોઠણ બુડ પાણી ભરાયા હતા. વાહનો પણ ન ચાલી શકે તેવી પરિસ્થિતિ થઇ હતી. હાઇસ્કુલ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. મોસમનો પહેલો આવો વરસાદ પડયો હતો. ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. મુરજાતી મોલાતને જીવનદાન મળ્યું હતું અને રાત્રે અચાનક વિજળીના કડાકા - ભડાકા સાથે વરસાદ પડયો હતો. ખેતરોમાં પાણી ભરાયા હતા. (તસ્વીર : કરશન બામટા, આટકોટ)

(11:36 am IST)