Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ઉના-ગીરગઢડા તાલુકામાં અર્ધાથી બે ઇંચ

વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશઃ સાહી નદીમાં નવા નીર

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૪ :.. ઉના અને ગીરગઢડા તાલુકામાં ગઇકાલે સવારથી આખી રાત્રી દરમિયાન સમયાંતરે ઝાપટા વરસી જતાં આજે સવાર સુધીમાં અર્ધાથી બે ઇંચ વરસાદ પડી ગયો હતો.

ઉના અને ગીરગઢડા તાલુકામાં આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં અર્ધાથી બે ઇંચ વરસાદ ઝાપટારૂપે પડી ગયો હતો. ઉના - ગીરગઢડા શહેર વિસ્તાર ઉપરાંત તાલુકાના સીમાસી, કાણકીયા, આંબાવાડી, ઢેબરીયા, કનખરા, ખત્રીવાડા, ખીલવડ, માખવડ, સનવાવ વગેરે વિસ્તારોમાં ગઇકાલે સવારથી રાત્રી દરમિયાન છૂટા છવાયા ઝાપટા વરસી ગયેલ હતાં.

ગઇકાલે રાત્રીના જંગલ વિસ્તારમાં ઉપરવાસમાં વરસાદ વરસતા મછૂન્દ્રા નદી પાસે નગડીયા ગામની સાહી નદીમાં નવા નીર આવ્યા છે. ઉના-ગીરગઢડા પંથકમાં વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતો ખુશ થઇ ગયેલ છે.

(11:09 am IST)