Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કચ્છની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં અદ્યતન વિટ્રોસ-૫૬૦૦ મશીન દ્વારા લેબ - ટેસ્ટીંગ

માત્ર એક જ કલાકમાં જુદા જુદા ૧૮૦ ટેસ્ટ સાથે ૧,૦૦૦ દર્દીઓનું ટેસ્ટીંગ : સરકારી હોસ્પિટલમાં આવતા ગ્રામીણ દર્દીઓને ઝડપભેર લેબ - રિપોર્ટ મળે છે : ટેસ્ટ માટે પાણીનો સૌથી ઓછો વપરાશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કચ્છમાં અદાણી સંચાલિત જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે. જનરલમાં દૂર-સુદૂરના વિસ્તારમાંથી આવતા દર્દીઓ જુદા જુદા રોગના ઈલાજ માટે આવતા હોય છે. ગ્રામીણ અંતરીયાળ વિસ્તારના દર્દીઓ પોતાના દર્દ અંગેનો રિપોર્ટ (ટેસ્ટિંગ) કરાવી સમયસર અને અનુકૂળતાએ પોતાના ગામમાં પહોંચી શકે એ હેતુસર અદાણી ગેઈમ્સ દ્વારા એક કલાકમાં એક હજાર જુદા જુદા પરિક્ષણ કરતું વિટ્રોસ- (૫૬૦૦) ઉપકરણ વસાવ્યું છે. ઝડપી ટેસ્ટિંગ કરતું અને પાણીનો બચાવ કરતું એકમાત્ર સાધન સમગ્ર કચ્છ જીલ્લામાં એકમાત્ર જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાં છે.

વિટ્રોસ ઉપકરણની વિશેષતાએ છે કે, અન્ય લેબ યંત્રની માફક આમાં પાણીની જરૂર નથી પડતી. આ મશીનથી દરરોજ પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે. સામાન્ય રીતે દર કલાકે ૨૦ લિટર પાણી ખપાવતા અન્ય મશીનોની સરખામણીમાં આ વિસ-૫૬૦૦ જો દિવસ આઠ કલાક દરમિયાન ચાલે તો પ્રતિ માસે પાણીનો મોટો જથ્થો બચાવી શકાય છે.

ઉપરાંત આ મશીનમાં પરીક્ષણ દરમ્યાન માત્ર સાદું પાણી જ નહીં પરંતુ, શુધ્ધ પાણી (આર.ઓ) આવશ્યક છે, અને આવું એક લિ. શુધ્ધ પાણી બનાવવા બીજું ૧૨ લિટર પાણી વેસ્ટ જતું હોય છે. આમ, એક લિટર પાણી બનાવવા બીજું ૧૨ લિટર પાણી જરૂરી ડ્રાય કેમેસ્ટ્રી સિધ્ધાંત ઉપર કામ કરતા ઉપકરણથી ડ્રેનેજ જેવી સિસ્ટમથી છૂટકારો મળે છે.

લેબોરેટરીની ઉચ્ચ ગુણવત્તા નિભાવવા અને નેશનલ એક્રેડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ (NABL)ની ગાઈડલાઈન મુજબ કામ કરતાં આ ઉપકરણથી એક કલાકમાં એક હજાર ટેસ્ટ ની સાથે જુદા જુદા ૧૮૦ ટેસ્ટ પણ કરે છે. જે આ મશીનની વિશેષતા છે.

આ ટેસ્ટમાં સામાન્ય ઉપરાંત વિટામિન ડી-૩, બી-૧૨, કાર્ડિયાક માટે ટ્રોપોનીની - આઈ આયર્ન પ્રોફાઇલ, હોર્મોન્સ જેવા કે, એફ.સી.એચ, એલ એચ, પ્રોલેકિટન અને બી- એચ,એલજી, છે, ઉપરાંત કોવિડ માટે ડી-ડાયમર, સી.આર.પી. પીસીટી, પણ ચકાસાય છે. જયારે તમામ કિડની પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ પણ આવરી લેવાય છે. એમ, લેબ ઇન્ચાર્જ માનસી ઠક્કરે જણાવ્યુ હતું.

(11:06 am IST)