Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી કચ્છના કોંગ્રેસી આગેવાન રવિન્દ્ર ત્રવાડીએ કર્યા કેસરીયા: સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ

'આપ'ના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દીનેશ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  કચ્છ આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આજે કચ્છ ભાજપના કાર્યકર સંમેલનમાં ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ આજે કેસરીયા કર્યા હતા. ૧૪ વર્ષ પહેલાં કોંગ્રેસમાં જોડાયેલા રવિન્દ્ર ત્રવાડીએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓએ ભાજપની કેસરી ટોપી પહેરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો. તે સિવાય ગાંધીધામના આપ પાર્ટીના ૫ જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મૂળ કચ્છના દિનેશ ત્રિવેદી, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલા, સંગઠન પ્રભારી હિતેશ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:27 pm IST)