Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ગુજરાત રત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. એવમ સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સ. આદીની નિશ્રામાં

ગુરૂ ગિરી ગાદીપતિ ઉદઘોષણા ઉપલક્ષે પ્રભાતફેરી તથા પ્રાર્થના સંપન્‍ન

દર વર્ષે ૧૪ મેના રોજ ગાદીપતિ ગર્વ ડેનું આયોજન કરવા જાહેરાત

રાજકોટ તા. ૧૪ : ગોંડલ સંપ્રદાયના સૌરાષ્‍ટ્ર કેસરી પૂ. પ્રાણ પરિવારના સુશિષ્‍ય પરમ દાર્શનિક પૂ. ગોંડલ ગચ્‍છ શિરોમણી સ્‍વ. પૂ.શ્રી જયંતિલાલજી મ.સા. ના સુશિષ્‍ય ગાદીપતિ પૂ.શ્રી ગિરીશચંદ્રજી મ.સા.ના ગાદીપતિ ઉદધોષણા સ્‍મૃતિ દીન ઉપલક્ષ શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ - સી.એમ.શેઠ પૌષધશાળાના આંગણે થી પ્રભાતફેરીમાં ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. એવમ સૌરાષ્‍ટ્ર કેસરી પૂ. પ્રાણ પરિવારના ૯-૯ પૂ. મહાસતીજીઓ ઉપસ્‍થિત રહેલ હતા.
પ્રભાતફેરીમાં સંઘપ્રમુખો ઉપસ્‍થિત રહી બહોળી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાઓ, જોડાયેલ હતા અને તપસ્‍વીની પૂ. વનિતાબાઈ મહાસતીજીએ શ્રી રોયલપાર્ક ઉપાશ્રયેથી માંગલીક સંભળાવી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે પ્રભાતફેરી પહોંચી હતી ત્‍યારબાદ ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા. એવમ તપસ્‍વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી તથા બિરાજમાન સદાનંદી પૂ. સુમતિબાઈ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં કાયમી પ્રાર્થના મંડળ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ હતી.
ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એ પ્રાસંગીક પ્રવચન ફરમાવેલ હતુ. તપસ્‍વીની પૂ. વનિતાબાઈ મ.એ માંગલીક ફરમાવેલ હતુ. સદાનંદી પૂ. સુમતિબાઈ મ. ના સુશિષ્‍યા પૂ. અમિતાબાઈ મહાસતીજીએ પ્રાર્થનાનું મહત્‍વ સમજાવેલ હતુ. સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, અશોકભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ વિ. ઉપસ્‍થિત રહેલ હતા. રોયલપાર્ક સંઘ સેવા સમિતિ, શેઠ ઉપાશ્રય જૈન સંઘ સેવા સમિતિ, જૈન પ્રોગ્રેસીવ ગૃપ, ગુરુ ગિરી ગરીમા ગૃપ, રોયલપાર્ક મહિલા મંડળ, ડુંગર-હીર મહા મહિલા મંડળ, ડુંગર-વીર મહિલા મંડળ, પૂત્રવધુ મહિલા મંડળો, સ્‍મિત મહિલા મંડળ વિ. ગૃપના સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહેલા હતા.
નવકારશીનો લાભ ગુરુભકતો જૈન પ્રોગ્રેસીવ ગૃપ એ લીધેલ હતો. ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એ ગાદીપતિની સ્‍તુતિ મધુર કંઠે ફરમાવેલી હતી અને શ્રાવક-શ્રાવિકાઓ અંતરિક્ષમાં બિરાજમાન ગાદીપતિજીને વંદના કરેલ હતી. પ્રભાતફેરીમાં પૂ. ગાદીપતિજી ના સ્‍મૃતિપટ ને વ્‍હિલચેરમાં બિરાજમાન કરીને ભાવીકોએ અહોભાવ વ્‍યકત કરેલ હતો. દર વર્ષે ૧૪મી મે ના રોજ ‘‘ગાદીપતિ ગર્વ ડે'' તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવેલ હતી.(

 

(3:08 pm IST)