Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પોરબંદરના વિકાસ માટે મહારાણા નટવરસિંહજી દીર્ઘદ્રષ્‍ટી ધરાવતા હતા

રાજવી શાસનકાળ દરમિયાન ભુગર્ભ ગટરો બની : તે ભૌગોલીક સ્‍થિતિનો પ્‍લાનનો અભ્‍યાસ કરીને વર્તમાન સમયે ભુગર્ભ ગટર યોજના સાકાર કરવાનું સુચનઃ શહેરમાં પાણી નિકાલનો વર્ષો જુનો

 

 

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: નગર પાલીકા દ્વારા સરકારશ્રીના પરીપત્ર આદેશ પ્રમાણે દર બે વરસે મિલ્‍કત વેરા-હાઉસ ટેકસ વિગેરેના દરમાં ૧૦ ટકા વધારો કરવા જણાવેલ તે મુજબ પોરબંદર નગર પાલીકાએ બેઠી આકારણી નગર પાલીકા રેકર્ડ આધારીત મિલ્‍કત હાઉસ ટેકસ વિગેરેમાં વધારો કરેલ છે. જે જોવા અને વિના મુલ્‍યે ઉતારો કરવા મિલ્‍કત ધારકો તેના વહીવટકર્તાને મિડીયા સમાચારના માધ્‍યમ દ્વારા જણાવેલ છે.

નગર પાલીકાના વહીવટકર્તા શાસન ચલાવતી જનરલ બોડી સીધી રીતે મિલ્‍કત વેરામાં વધારો કરી શકતી નથી અને સરકારશ્રી આદેશ નિર્ણયનો અમલ પણ કરી શકતી નથી. કારણ કે જયારે પોરબંદર નગર પાલીકામાં મિલ્‍કત વેરો, હાઉસ ટેકસ દાખલ કરવામાં આવેલ તે ચોક્કસ હેતુ પુર્ણ હતો સ્‍પષ્‍ટ શરતો આધીન રાજકીય વિશ્વાસ સાથે વચન બધ્‍ધતા સાથે દાખલ કરવામાં મિલ્‍કત ધારકો માલીક અને તેના વહીવટ કર્તા સાથે એક મહત્‍વપુર્ણ સમજુતી થયેલ અને તે સમજુતી રાજય યાને સરકાર અમલ કરશે.

શહેરની સ્‍વચ્‍છતા સુઘડતા માટે તેમજ પોરબંદર સ્‍વ.રાજવી મહારાણા નટવરસિંહજી જેઠવાએ વિકાસશીલ રાજવી દીર્ઘદ્રષ્‍ટી ધરાવતા પ્રજા વત્‍સલતા ધરાવતા કદી પણ પોતાના શાસન કાળ દરમ્‍યાન એક તરફથી શાસન ચલાવ્‍યું નથી. પોતાની પ્રજાને સાથે રાખી તેમનો વિશ્વાસ સંપાદન કરી રાજ ચલાવતા ભારત-હિન્‍દુસ્‍તાનની આઝાદી તો તા.૧પ મી ઓગષ્‍ટ ૧૯૪૭ના મળી પરંતુ પોરબંદર રાજય પ્રજાને તો તે પહેલા સ્‍વતંત્રતા મળેલ રાજવી પ્રજાજનોને સાથે રાખતા એક માત્ર છેલ્લા જેઠવા વંશ સ્‍વર્ગસ્‍થ રાજવી નટવરસિંહજી જેઠવા નહી પરંતુ તેઓશ્રીના પુર્વજો પણ પ્રજાકીય શાસનના હિમાયતી હતા તેમણે પ્રજાને સાથે રાખી શાસન કરેલ છે.

નગર પાલીકામાં મિલ્‍કત વેરો હાઉસ ટેકસ જયારે દાખલ કરવામાં આવ્‍યો. ત્‍યારે રાજવી સ્‍પષ્‍ટ ઉદેશ સાથે પ્રજાજો વિશ્વાસ સંમતી મેળવી દાખલ કરેલ અને જણાવેલ હાઉસ ટેકસ એટલા માટે દાખલ કરવો જરૂરી છે કે શહેરની આરોગ્‍યતા સુઘડતા જળવાય રહે. ગંદકી ઉત્‍પન્ન થાય નહી રોગચાળો પણ વકરેલ નહી જન આરોગ્‍યની સુખાકારી માટે અંદર ગ્રાઉન્‍ડ યાને ભુગર્ભ ગટર બનાવવા માટે નાણાકીય ભંડોળની જરૂરત છે રાજયની આવક મર્યાદીત હોય જેથી ભુગર્ભ ગટર બનાવવા શહેરના વિકાસ માટે જનસહકાર ખાતે પ્રજાજનો મિલ્‍કત ધારકોના સહકારની જરૂર હોય પાલીકાને નાણાકીય જરૂરત છે. પોરબંદર શહેરમાં જે તે સમયે ફાયલેરીયા યાને હાથીપગાનો રોગચાળો તેના રોગના જંતુઓ મચ્‍છરો આ રોગચાળો ફેલાવતા તે રોગચાળો અટકાવવા રોગના જંતુઓના ઉપદ્રવ શાંત કરવો જરૂરી છે.

શહેરની સ્‍વચ્‍છતા માટે પણ જરૂરી જેથી મિલ્‍કતવેરો યાને હાઉસ ટેકસ દાખલ કરવો જરુરી છે. ભુર્ગ ગટર બનાવવાની નાણાકીય જરૂરીયાત સંતોષાય જશે જરૂરી ભંડોળ નાણાનું નગર પાલીકામાં એકત્રીત જતા થતા મિલ્‍કતવેરો હાઉસટેકસ કે અન્‍ય રીતે વસુલાત થતા વેરામાંથી બંધ કરી દેવાશે. ખાસ કરીને મિલ્‍કત વેરા યાને હાઉસ ટેકસ સને ૧૯૬૦ આસપાસ ભુગર્ભ ગટર બનાવવા માટે જરૂરીયાત મુજબ નાણાકીય જરૂરીયાત નગર પાલીકાની તિજોરીમાં જમા થઇ ગયેલ તે છતા મિલ્‍કત વેરો હાઉસ ટેકસ ઉઘરાવવાનું ચાલુ રહેલ. સને ૧૯૬૦માં નાગરીક સમીતી (કોંગ્રેસ પ્રેશ્રતિ) નું શાસન ડો.બી.ડી.ઝાલા પાલીકાના પ્રમુખ વહીવટી શાસન તેઓશ્રીના શાસનમાં ભુગર્ભ ગટર માટે સરકારશ્રી કાર્યવાહી આદરની હતી.  દરમ્‍યાન ભુગર્ભ ગટરને સહાય રૂપ બને જેથી શહેરી સ્‍વચ્‍છતા ગંદકી પ્રદુષણ રેલાય નહી. મચ્‍છરો રોગચાળાના જંતુઓના ઉપદ્રવ અંકુશમાં અથવા નાબુદી થઇ શકે તે માટે નાની શેરી ગલ્લીમાં ભુગર્ભ ગટર સંલગ્ન ઓપન યાને ખુલ્લી ગટર બનાવવા આવી ગંદકીનું પ્રદુષણમાં રાહત અપાવી ખુલ્લી ગટરનું લેવલ મુખ ભૂગર્ભ ગટરના મુખ પાસે રહે ઓછા ખર્ચ રહે તે રીતે આયોજન કરાયેલ. જયાં સુધી ભુગર્ભ ગટર સાકાર ન થાય ત્‍યાં ભૂગર્ભ ગટરના પ્રદુષણ યુકત મેલા પાણીના નિકાલ રાજયના અને એડમીનીસ્‍ટ્રેટર શાસન દરમ્‍યાન બનાવાયેલ સાંઢીયા ગટર અન્‍યષાોત દ્વારા ખાડી (અસ્‍માવતી નદી) પોરબંદર-છાયા રણ વિગેરેસ્ત્રોત સ્‍થળો શોધી જમીનમાં કરવાની વ્‍યવસ્‍થા થયેલ.

  ભૂગર્ભ પોરબંદરની ભૌગોલીકના મુજબ નિષ્‍ફળ જાય નહીં. તે માટે પ્રાયોગીક ધોરણ રાજવીના શાસન કાળ દરમ્‍યાન ખુલ્લી ગટરો બનાવેલ. અને પ્રદુષણ યુકત-ગંદાપાણીનો નિકાલ-ભૂર્ગભ ગટર દ્વારા થઇ શકે મુજબ પોરબંદર-શહેર ભૌગોલિકતા મુજબ વ્‍યવસ્‍થા કરાયેલ. અને જે તે સમયે નગરપાલીકા દ્વારા તથા સરકારી બાંધકામ વિભાગ દ્વારા શહેરી ગલ્લીમાં સરવે કરી સ્‍થળ ભૌગોલિકતા મુજબ ભૂ-ગર્ભગટર પાણી નિકાલના નકશા કરી આયોજન હાથ ધરવા વ્‍યવસ્‍થા દર્શાવેલ.

સને ૧૯૬૦ માં ઓપન ગટર નગરપાલીકાએ બનાવેલ સફળતા મળી સને ૧૯૬૦ ગુજરાત રાજય મુંબઇ ઇલકામાંથી અલગ સ્‍વતંત્ર રાજય તરીકે અસ્‍તિત્‍વમાં આવતાં. પોરબંદરના તાલુકાના રૂપણાના વતની અને કુતિયાણાના પૂર્વ ધારાસભ્‍ય  જે તે સમયના તેમજ પોરબંદરના ધારાસભ્‍ય એડવોકેટ માલદેવજીભાઇ ઓડેદરા ગુજરાતના સર્વ પ્રથમ સ્‍વ. ડો. જીવરાજ મહેતાની નેતૃત્‍વ ધરાવતી કોંગ્રેસ સરકારના શાસનમાં રાજયકક્ષાનું નાણામંત્રીપદ અને ત્‍યારબાદ પૂર્ણ સ્‍વતંત્ર હવાલો ધરાવતું કેબીનેટ - નાણામંત્રીપદ સંભાળતા સને ૧૯૬૧ ની સાલમાં રાજય સરકારનો સંપૂર્ણ આર્થીક નાણાંકીય સહાય પોરબંદરની મહત્‍વ કાંક્ષી ભૂગર્ભ ગટર યોજનાનું ખાત મુર્હુત પોરબંદર ના રણમાં કરવામાં આવ્‍યું કોઇ ટેકનીકલ ખામીના અભાવે ભુગર્ભ ગટર યોજના નિષ્‍ફળ ગઇ. બીજી વાર પ્રયત્‍ન થયો તે પણ નિષ્‍ફળ ત્રીજીવાર કેન્‍દ્ર સરકાર સહાયથી ભૂગર્ભ ગટર યોજનાનો સાકાર થઇ પુર્ણતાના આરે છે. પરંતુ પાણી નિકાલની સમસ્‍યા ઉભી રહી છે. ત્રીજીવાર પણ નિષ્‍ફળ જશે કે શું ? મહત્‍વની મુખ્‍ય વાત એ છે કે, પોરબંદર દેશી રજવાડાના સમયમાં નગરપાલીકા મિલ્‍કત વેરો-યાને હાઉસ ટેકસ ઉઘરાવાય છે. ભૂગર્ભ ગટર બનાવવાનો નાણાકીય હેતું પૂર્ણ થતા આપોઆપ ૨દ રાજ્‍ય હુકમ અનુસાર રદ કરવો જોઇએને ચાલુ રખાયેલ.

સને ૧૯૭૦ કે તેની આસપાસ પોરબંદરના મિલ્‍કત ધારકો વહીવટ કર્તા વ્‍યાપારીઓએ સંગઠન પોરબંદરની સિવિલ કોર્ટમાં પબ્‍લીક ઇન્‍સ્‍ટ્રેશટીગેશન યાને જાહેર હિતનો દાવો પોરબંદર નગરપાલિકા સામે પોરબંદર દિવાની  કાર્યના માહિર ગણાતા સુપ્રસિધ્‍ધ-સીનીયર એડવોકેટ સ્‍વ. ગોરધનદાસ હરિદાસ લાખાણીની ઓફિસ મારફત હાઉસ ટેક્‍સ રદ કરવા વિગેરે બાબતોનો દાવો દાખલ કરવામાં નામદાર કોર્ટ જાહેર નોટિસ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ મિલ્‍કત ધારકો તેના વહીવટી કર્તાઓ કે અન્‍યને પક્ષકાર તરીકે જોડાવવા દાવા સાથે સામેલ થવા જણાવેલ. જેને અનુસરી જાહેર હિતાર્થે પોરબંદરના નબળા અને મધ્‍યમ વર્ગના મિલ્‍કત ધારકોની સહાયતા જે તે સમયે અસ્‍તીતત્‍વમાં રહેલ ‘‘જનસંઘ'' (ભાજપ) દાવાના જરૂરી પક્ષકાર તરીકે સામેલ થવા પોરબંદરની નામદાર સિવિલ કોર્ટમાં પોરબંદર સીનીયર એડવોકેટ સ્‍વ. જી.જી. થાનકી મારફત દાવામાં પક્ષકાર તરીકે જોડવામાં નામદાર કોર્ટમાં દાખલ કરવામાં અવેલ.

પોરબંદરના મિલ્‍કત ધારકો નબળા-મધ્‍યમ વર્ગ વત્તી જનસંઘ પક્ષકારમાં સામેલ થયેલ તે સમય ગુજરાતની અન્‍ય નગરપાલિકા સામે મિલ્‍કત વેરો નાબૂદ કરવા કરવા ન્‍યાયકિય કાર્યવાહી શરૂ થયેલ અને મિલ્‍કતવેરો કોર્ટના હુકમથી નગરપાલિકા ઉઘરાવતી હતી. તે રદ કરવામાં આવેલ.

નગર પાલિકા દ્વારા સરકારશ્રીના પરિપત્ર મુજબ દર બે વરસે મિલ્‍કત આકારણી ૫ થી ૧૦% ટકા વધારો મિલ્‍તક વેરા કરવામાં આવેલ છે. તે મુજબ મિલ્‍કતવેરો વધારો કરી દેવામાં આવ્‍યો હતો જણાવેલ છે. તે પુનઃ વિચારણા માંગે છે. સને ૧૯૭૦ કે તેની આસપાસ પોરબંદરની સિવિલ કોર્ટમાં જે દાવો દાખલ થયેલ તે મુજબ સમાધાન થયેલ   હોય તે પ્રથમ ધ્‍યાને લેવાય તે જરૂરી છે. આજનો નગરપાલિકાના શાસનમાં સતાધારી પક્ષ ભાજપે તેના પૂર્વ રાજકીય પક્ષે ‘‘જનસંઘ'' જે તે સમય પોરબંદર સિવિલ કોર્ટમાં દાખલ કરાયલ દાવામાં થયેલ સમાધાન કરારદાદ હુકમનામૂં  ધ્‍યાને લેવા અમલ કરી કરવાનો રહે છે. સીધો સરકારનો આદેશ-પરિપત્રનો અમલ થઇ શકતો નથી. જેથી નગરપાલિકા દ્વારા રાજ્‍ય સરકારના આદેશ મુજબ દ્વિ-વાર્ષિક આકારણી ૧૦% કરવામાં આવેલ છે. તે સ્‍થગીત કરી દેવી જોઇએ.

(1:29 pm IST)