Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કાલે જામનગરમાં પૂર્વ મંત્રી બાબુભાઇ લાલની પુણ્‍યતિથિ નિમિતે રક્‍તદાન કેમ્‍પ

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને કેદાર લાલ ફાઉન્‍ડેશન દ્વારા આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૩ : જામનગર શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરતી સંસ્‍થા શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા ગુજરાત રાજયના પંચાયત ખાતાના પૂર્વ રાજય મંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્‍યતિથિને અનુલક્ષીને આગામી તા.૧પને રવિવારે સવારે ૧૦ થી ર સુધી જામનગરમાં શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્‍વરટાવર ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જામનગર શહેરમાં રકતદાનની પ્રવૃતિને વધુને વધુ વેગવંતી બનાવવાના ઘ્‍યેય સાથે ઉપરાત જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર રકત મળી રહે તેવા શુભ આશય સાથે અમારા ટ્રસ્‍ટો દ્વારા થોડા થોડા સમયાંતરે રકતદાન કેમ્‍પનું આયોજન કરાઈ રહયું છે. જેના ભાગરૂપે તા.૧પને રવિવારે સવારે રકતદાન કેમ્‍પ યોજાઈ રહયો છે. આ સેવાયજ્ઞમાં સર્વે જામનગરવાસીઓને જોડાઈને રકતદાન જેવું મહાદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે ટ્રસ્‍ટી જીતેન્‍દ્ર એચ. લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે.(

 

(1:16 pm IST)