Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

બાબરા તાલુકાના કરીયાણા માધુપુરનો નોન પ્લાન માર્ગ રૂપિયા ૬૦ લાખના ખર્ચે મંજુર : ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના હસ્તે ખાતમુહૂર્ત

માર્ગનું કામ શરૂ કરાવતા સ્થાનિકોમાં આનંદ ની લાગણી પ્રસરી : આગેવાનો તથા ગ્રામજનોની ઉપસ્થિતિ

રાજકોટ તા.૧૪ :    ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે  બાબરા તાલુકાના કરીયાણા થી માધુપુર નો નોન પ્લાન માર્ગ રૂપિયા ૬૦ લાખના ખર્ચે રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી તેનું ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
  બાબરા તાલુકાના કરીયાણા થી માધુપુર નો ચાર કિલોમીટરનો  નોન પ્લાન  માર્ગ બનાવો ખુબજ જરૂરી હોવાથી રાજ્ય સરકારમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રજુઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા અહીં નોન પ્લાન માર્ગ માટે રૂપિયા ૬૦ લાખ મંજુર કરતા અહીંના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી
  ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સ્થાનિક અગ્રણીઓ અને લોકોની ઉપસ્થિતિમાં માર્ગ નું ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા રાહદારીઓમાં રાહત ની લાગણી પ્રસરી ગઈ હતી 
આ તકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ,જિલ્લા કોંગ્રેસના અગ્રણી મનસુખભાઈ પલસાણા,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,મહામંત્રી બાવાલાલ હિરપરા, કલ્યાણા માધુપુર ગામ ના સરપંચ ભરતભાઈ સાકરીયા પ્રવીણભાઈ ખૂટ,મધુભાઈ ખુટ,ચંદુભાઈ ખૂટ,રમેશભાઈ.ભરતભાઇ જાદવ,હિતેસભાઈ ખૂટ,કપિલભાઈ બુહા,પરેશભાઈ ભેંસજાળીયા,વિજયભાઈ જાદવ,નીતિનભાઈ ખૂટ,વિનુભાઈ મેર,ઘનશ્યામભાઈ ખૂટ સહિતના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

(12:56 pm IST)