Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મુળીના કાંત્રોડી પાસે વાડીએ પાણીની કુંડીમાં પડી જતા બે બાળકો રાજકોટ સારવારમાં

૩ વર્ષની જીકુ તેના ૧ાા વર્ષના ભાઇ જીકુને તેડવા જતા પગ લપસતા બંને કુંડીમાં પડયા

રાજકોટ તા.૧૪: મુળી તાલુકાના કાંત્રોડી ગામ પાસે આવેલી વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં બે બાળકો પડી ડૂબી જતા બંનેને રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ મુળી તાલુકાના કાંત્રોડી ગામમાં રહેતા ભોયાભાઇ જખાણીયાની પુત્રી જીકુ (ઉ.વ.૩) અને પુત્ર ગભુ (ઉ.વ.૧ાા) વાડીની ઓરડી પાસે રમતા હતા, ત્‍યારેજીકુ તેનાભાઇ ગભુને તેડવા જતાં પગ લપસતા બંને પાણી ભરેલી કુંડીમાં પડી ગયા હતા. બાદ ભોયાભાઇનો મોટા પુત્રએ બુમો પાડી વાડીએ કામ કરતા પિતા અને માતાને બોલાવતા ભોયાભાઇ દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલીક બંનેને કુંડીમાંથી બહાર કાઢી મુળી બાદ સુરેન્‍દ્રનગર ત્‍યારબાદ બંને બાળકોને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે મુળી પોલીસે કાર્યવાહી કરી હતી.

 

(12:36 pm IST)