Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

અમરેલી કોળી સમાજ દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દિકરીઓના સમુહલગ્ન સંપન્‍ન

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૪: કોળી શકિતખ યુવક મંડળ દ્વારા ૩૬મો કોળી સમાજના ૨૦ સમૂહ લગ્નમમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીના સમૂહલગ્ન યોજાયા હતા.

આ સમારંભમાં આશીર્વાદ બાળ હનુમાન મંદિર અમરેલી મહંતશ્રી અનીલદાસબાપુ સમારંભના પ્રમુખ, ભુતપભાઇ ડાભી, પ્રમુખ ગુજરાત માંધાતા ગ્રુપ તેમજ ભવનાથ તળેટી જૂનાગઢ સમારંભના ઉદઘાટનમાં ડી.કે.રૈયાણી, જિલ્લા કોંગ્રેસ પ્રભુખ મીનષભાઇ ભંડેરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ પી.રાઠોડ બગસરા, ગોવિંદભાઇ બાવળીયા બાબરા, અરવિંદ આર.સાકરીયા અમરેલી, ચંદુભાઇ આહીર બાળ હનુમાન ટ્રસ્‍ટી, કાનજીભાઇ ટપુભાઇ ઘોબા, શ્રીમતી વિજયાબેન આર.મેર. પી.એસ.આઇના હસ્‍તે દીપ પ્રગટાવીને કરેલ આ સમારંભના મુખ્‍ય મહેમાનશ્રી રવજીભાઇ મકવાણા ચિતલ, શ્રી ઉકાભાઇ ગોયાણી ઇશ્વરીયા, હાર્દિકભાઇ બી. સોલંકી, જગદીશભાઇ વાલાણી, કારગીલ પેટ્રોલ, શ્રી કાળુભાઇ ગોહીલ વરૂડી, જગદીશભાઇ ડાભી માંગવાપાળ, મુનાભાઇ રાઠોડ દીપ સેવા હાજર રહ્યા હતા.

મુખ્‍યદાતા અમરેલી ધારાસભ્‍ય પરેશભાઇ ધાનાણી, પ્રતાપભાઇ દુધાત ધારાસભ્‍ય સાવરકુંડલા ગોવિંદભાઇ બાવળીયા, બાબરા રહ્યા હતા. સફળ બનાવવા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઇ ગોહીલ, શ્રી પરસોતમભાઇ એન.મકવાણા, સવજીભાઇ ડી.ડાભી, રમેશભાઇ આર.ડાભી ચિતલ, રમેશભાઇ બી.મકવાણાએ જહેમત ઉઠાવી હતી.

(12:32 pm IST)