Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

જસદણ તાલુકાની શૈક્ષણિક સંસ્‍થાના સ્‍ટાફ આટકોટની કે.ડી. પરવાડીયા હોસ્‍પિટલની મુલાકાત

 

આટકોટઃ જસદણ તાલુકાની ખ્‍યાતનામ શૈક્ષણિક સંસ્‍થા સ્‍પેન પ્રા.લિ. સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કોલેજ તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યામંદિર આટકોટ તથા શાંતિનિકેતન સ્‍કૂલ તેમજ વિદ્યાનિકેતન સ્‍કુલ જસદણના તમામ ટીચિંગ તેમજ નોન ટીચીંગ સ્‍ટાફ ગણ દ્વારા જસદણ તાલુકાની નવનિર્મિત આટકોટ સ્‍થિત કે.ડી. પરવાડિયા હોસ્‍પિટલ ની શુભેચ્‍છા મુલાકાત કરવામાં આવી હતી. સ્‍પેન પ્રાઇવેટ લિમિટેડના તમામ સ્‍ટાફ ગણ દ્વારા મુલાકાત માટેનું આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત હોસ્‍પિટલના મેનેજમેન્‍ટ સ્‍ટાફ તેમજ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ સંજયભાઈ વિરોજા દ્વારા તમામ સ્‍ટાફનું સ્‍વાગત કરી હોસ્‍પિટલ ને લગતી તમામ અપાઇ હતી. આયોજન સંકુલના ડિરેક્‍ટર કેવલ હિરપરા તેમજ ડિપાર્ટમેન્‍ટ હેડ જયદીપ હિરપરા દ્વારા કરવામાં આવેલ હતું.જેમાં તમામ સ્‍ટાફગણે હર્ષની લાગણી સાથે હોસ્‍પિટલની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. સંસ્‍થાના ડિરેક્‍ટર ડાઙ્ઘ.કમલેશભાઈ હિરપરા વતી જસદણ તાલુકા માટે ગૌરવરૂપ હોસ્‍પિટલમાં વિઝીટ કરાવવા બદલ સ્‍ટાફગણ, ટ્રસ્‍ટીઓ તેમજ દાતાશ્રીઓનો હૃદય પૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો. સાથોસાથ હોસ્‍પિટલના ઉદઘાઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી ઉપસ્‍થિત રહેવાના હોય ત્‍યારે સંચાલનમાં જરૂર પડ્‍યે તમામ સ્‍ટાફની સેવા હોસ્‍પિટલ ને મળી રહેશે તેવી ખાતરી આપી હતી સાથોસાથ દર્દીઓને સારામાં સારી સુવિધા નજીવા ખર્ચે મળી રહે તેમજ ભવિષ્‍યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી. ડો.ભરતભાઇ બોઘરા તેમજ સમગ્ર ટ્રસ્‍ટી ગણનો ખાસ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(તસવીરો -અહેવાલઃ કરશન બામટા : આટકોટ)

(11:47 am IST)