Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

મોરબી : રાજપૂત કરણી સેના આયોજિત એકતા યાત્રાનું જીલ્લા કોંગ્રેસ, બ્રહ્મસમાજ,વિહિપ, બજરંગદળ સહીતના સંગઠનોએ સ્વાગત કર્યું.

મોરબી : શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્રારા “એકતા યાત્રા“ નું આયોજન કરવા માં આવ્યું છે,જે યાત્રા તારીખ-12/05/2022 ના રોજ મોરબી શહેર માં પધારી હતી તેમાં રથ માં બિરાજમાન માતાજી અને અખંડ જ્યોત ને નમન કરી સાથે પધારેલ કરણી સેના ગુજરાત રાજ્ય ના પ્રમુખ જે.પી.જાડેજા  , સૌરાષ્ટ્ર અધ્યક્ષ ક્રુષ્ણસિંહ જાડેજા, વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબી જીલ્લા રાજપૂત સમાજ ના આગેવાન ઓ અને એકતા યાત્રા ના આયોજકો તથા આગેવાનો સર્વે નું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર પહેરાવી, ઉમળકા ભેર હાર્દિક સ્વાગત કરવા માં આવ્યું હતું.
આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે.પટેલ , કે.ડી.પડસુંબિયા , મનોજભાઇ પનારા , મુકેશભાઇ ગામી , મહેશભાઈ રાજયગુરૂ , કે ડી બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા વાંકાનેર , અજીતસિંહ ખાખરેચી ,જયુભા.પી.જાડેજા , અશ્વિનભાઈ વિડજા , રાજુભાઇ ચૌહાણ , નિધિબેન લાડોલા , હરદેવસિંહ જાડેજા , રાજનીશભાઈ શિરવી , ચિરાગ રાછ , ચેતનભાઈ એરવાડીયા , સંદીપભાઈ કાલરિયા, હુશેનભાઇ ભટ્ટી , જાનમહમદ, કુલદીપસિંહ જાડેજા , અભયરાજસિંહ ઝાલા , અલ્પેશભાઇ કોઠીયા , યુવરાજસિંહ ઝાલા , જગદીશભાઇ મુછડીયા , હિતુભા જાડેજા , મુસ્તાક પીલુડીયા હાજર રહ્યા હતા.
યાત્રા  સાંજે  નગર દરવાજા ના ચોક માં આવી પહોહ્ચી હતી ત્યારે તમામ હિંદુ સંગઠનો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ,ગૌ રક્ષા ના તમામ અધિકારીઓ અને કાર્યકર્તા એ માતાજી ની જયોત ના દર્શન અને રથ ના સ્વાગત કરવામાં હાંજર રહ્યા હતા અને એકતા યાત્રાના આયોજકો અને રાજપૂત સમાજના અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હોવાની માહિતી મોરબી વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કે બી બોરીચાની યાદીમાં જણવ્યું છે.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે રાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજા તથા ઉપાધ્યક્ષ વીરભદ્ર સિંહ નું સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલા,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઇ જોષી,પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનીતભાઈ દવે અને કમલભાઈ દવે તથા બ્રહ્મઅગ્રણી અમિતભાઈ પંડ્યા,સચિનભાઈ વ્યાસ ,ધર્મેન્દ્રભાઈ શુક્લ,શિવભાઈ જાની,ઉદયભાઈ જોષી,હર્ષભાઈ જાની,યજ્ઞેશભાઇ જાની વગેરે હાજરી આપી ને એમનું સન્માન કરવામાં આવ્યું.

 

(11:12 am IST)