Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

આજે સી.આર.પાટીલ કચ્‍છમાં : કાર્યક્રમોની વણઝાર વચ્‍ચે ભાજપ કાર્યકરોને આપ્‍યો જીતનો મંત્ર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે કચ્‍છના પ્રવાસે છે. તેઓ સવારથી સાંજ સુધી કાર્યક્રમોમાં વ્‍યસ્‍ત રહેશે. જોકે, ૨૦૨૨ ની ચુંટણી પહેલાં કચ્‍છ ભાજપના કાર્યકરોને તેઓ આજે મળશે અને સંબોધન કરશે.
ભુજના ટાઉન હોલમાં સવારે ૧૧ વાગ્‍યે તેઓ કચ્‍છ ભાજપના કાર્યકરોને મળીને જીતનો મંત્ર આપશે. તેઓના અન્‍ય કાર્યક્રમો અનુસાર કચ્‍છ યુનિવર્સિટી મધ્‍યે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અને યુપીએસસી ની પરીક્ષા માટેના સેન્‍ટર તેમ જ જૈન સ્‍ટડી સેન્‍ટરનું લોકાર્પણ કરશે. ત્‍યાર બાદ કચ્‍છ કમલમ કાર્યાલયનું ભૂમિપૂજન, મોદી ઈન કચ્‍છ પ્રદર્શની, કાર્યકર મિલન પતાવી બપોરે ૨ વાગ્‍યે સમરસ કન્‍યા છાત્રાલયનું લોકાર્પણ કરશે ત્‍યાંથી માંડવી જશે.(

 

(10:36 am IST)