Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

સુરેન્દ્રનગરના કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા કચ્છ કોંગ્રેસના આગેવાન રવીન્દ્ર ત્રવાડીનું કોંગ્રેસમાંથી રાજીનામું

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની મુલાકાત વેળાએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મત્રીનું રાજીનામું પડતાં રાજકીય તર્કવિતર્ક

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  કચ્છ કોંગ્રેસના આગેવાન રવીન્દ્ર ત્રવાડીએ પોતાના કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી રવીન્દ્ર ત્રવાડી સુરેન્દ્રનગર કોંગ્રેસ પક્ષના પ્રભારી રહી ચૂક્યા છે. ૨૦૦૭ થી કોંગ્રેસ પક્ષમાં જોડાનાર રવીન્દ્ર ત્રવાડી કચ્છમાં રાજકીય ક્ષેત્ર  ઉપરાંત સામાજિક ક્ષેત્રે રોટરી અને બ્રહ્મસમાજના આગેવાન તરીકે સેવાકીય ક્ષેત્રે સક્રીય છે. ગુજરાત કોંગ્રેસના મંત્રી, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત પંજાબ તેમ જ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ વતી પક્ષે સોંપેલી જવાબદારી સંભાળી ચૂક્યા છે. જોકે, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની મુલાકાત વખતે જ કચ્છ કોંગ્રેસના આગેવાનના રાજીનામાએ અનેક રાજકીય તર્કવિતર્કો સર્જ્યા છે.

(10:17 am IST)