Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને શ્રધ્ધાંજલી અર્પણ

શોભાયાત્રા, ગુરૂકુળ ભવનનું ઉદ્ઘાટન, આર્ય સમાજના આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિ

(હર્ષદયરાય કંસારા દ્વારા) ટંકારા, તા. ૧૪ : રૂષિ બોધ્ધોત્સવ પ્રસંગે યોજાયેલ શ્રધ્ધાંજલી સભામાં ભારતભરમાંથી પધારેલા આર્યસમાજીઓએ પોતાની ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ.

પ્રુમખ સ્થાનેથી આર્ય પ્રતિનિધિ સભાના ગુજરાતના પ્રમુખ શ્રી સુરેશચંદ્ર અગ્રવાલે પોતાની ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું કે આપણે મહર્ષિ દયાનંદના સ્વપ્નો કાર્યો, પુરા કરી શકયા નથી. તે આપણી કમી છે. ઘરે-ઘરે યજ્ઞ તથા વૈદિક શિક્ષાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરીએ યુવાનોમાં વિશ્વાસ મુકી કાર્યો આગળ વધારીએ.

સુરેશ અગ્રવાલે જણાવેલ કે કોઇ માણસ પરી પૂર્ણ નથી આપણી ભુલોને સુધારીએ અને મહર્ષિ દયાનંદના કાર્યો આગળ વધાવીશું તેવી મહર્ષિ ની ભૂમિમાં પ્રતિજ્ઞા કરીએ.

ડી.એ.વી. સંસ્થાના ડો. રૂપ કિશોર શાસ્ત્રીએ જણાવ્યું કે સંસ્કૃત ભાષા મૃત પાય થઇ રહેલ છે. ભારતના બંધારણમાં બાવીસ માન્ય ભાષાઓ છે ૧૯પ૧માં સંસ્કૃત જાણનારા નેવું કરોડની વસ્તીમાં ૪૯૪૬૩ વ્યકિતઓ હતી. ર૦૧૧માં ૧૧૦ કરોડની વસ્તીમાં ૧૪૧૪૩ વ્યીકતઓ સંસ્કૃત જાણકાર છે.

ભારતમાં પંદર સંસ્કૃત યુનિવર્સિટી છે. દસ એકેડમી છે. સેકંડો ગુરૂકુળો છે નવસો અઢાર ડી.એ.વી. ઇન્સ્ટીટયુટ છે.

સંસ્કૃત જાણનાર વ્યકિતઓ દસ હજારથી ઘટશે. તો ભારત સરકાર તરફથી આ સંસ્થાઓને ગ્રાન્ટ નહીં મળે અને નામ શેષ થઇ જશે.

સંસ્કૃત ભાષાને બચાવવાનું કાર્ય કરવાની જવાબદારી આપણી છે. શંકરાચાર્યો, મઠાધિપતિઓ, તથા આર્ય સમાજની સંસ્થાઓ સંસ્કૃત ભાષાને બચાવવા આગળ આવે. સંસ્કતનો વધુમાં વધુ પ્રચાર પસાર કરે.

આ પ્રસંગે ગુરૂકુળ કાંગડીના અધ્યક્ષ ડો. રૂપકિશોર શાસ્ત્રીનું વિશિષ્ટ સન્માન યોગેશ મુંજાલ, અજય સહગલ દ્વારા કરાયેલ.

ડો. રૂપકિશોર શાસ્ત્રીએ મહર્ષિ દયાનંદ ઉપર ૧૮૭ પુસ્તકો લખ્યા છે. ૮૭ વર્ષની ઉમરે  છે સતત ૬૬ વર્ષથી મહર્ષિ દયાનંદના વિચારોના કાર્યોનું પ્રચાર-પ્રસાર કાર્ય કરે છે.

ડો. રૂપકિશોર શાસ્ત્રીએ પોતાની શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ કે છેલ્લા પચીસો વર્ષમાં વેદને આધાર બનાવી રાષ્ટ્રવાદ જગાડનાર મહર્ષિ દયાનંદ હતાં. મૃત્યુ પર્યત હું દયાનંદજીના કાર્યો કરતો રહીશ, તેના કાર્યો કરતા મૃત્યુ મળે તેવી ઇચ્છા વ્યકત કરેલ.

શ્રધ્ધાંજલી સભામાં રાજકીય, પક્ષીય કે સ્થાનીક સ્વરાજની સંસ્થાના આગેવાનો તથા પદાધિકારીઓ ગેરહાજર રહેલ.

હિમાચલ પ્રદેશના રાજયપાલ અનિર્વાય સંજોગોને કારણે ઉપસ્થિત રહેલ નહી.

શ્રધ્ધાંજલી સભામાં હસમુખભાઇ પરમાર, અજય સહગલ, અરૂણ, સુનિલ માનકટાલા તથા કેનેડાથી પધારેલ. ગીરીશ ખોસલા ઉપસ્થિત રહેલ.

ટંકારામાં આજે સવારે વિશાળ શોભાયાત્રા નીકળેલ. તેમાં ઉપદેશક વિદ્યાલય, આર્યવીરદળના યુવાનો, આર્યસમાજ મોરબી, રાજકોટ, ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશના આર્ય સમાજીઓ બહોળી સંખ્યામાં જોડાયેલ.  મહાત્મા સત્યાનંદ મુંજાલ ગુરૂકુલ ભવનનું ઉદ્ઘાનટ કરી વૈદિક વિધિથી યજ્ઞ કરી કરાયેલ.

શ્રી જે.પી. સુરના હસ્તે ઓમ ધ્વજ ફરકાવાયેલ. તથા સત્યપાલ પથિક દ્વારા ઓમ ધ્વજનું ગાન કરાયેલ.

ઋષિ બોધ્ધોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

(4:04 pm IST)