Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

શાપર-વેરાવળ-જેતપુરના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા

રાજકોટ તા. ૧૪ :.. શાપર-વેરાવળના ચોરીના ગુન્હામાં તથા જેતપુરની મારા મારીના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતાં.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરિપ સુદની સુચના મુજબ નાસતા ફરતા આરોપી પકડી પાડવાની ડ્રાઇવ અનુસંધાને એલ. સી. બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે. એમ. ચાવડા, તથા પોલીસ સબ ઇન્સ. બી. એન. ચૌધરી, એલ. સી. બી. ના હે. કો. મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા નાઓ શાપર વે. પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે. કો. બ્રિજરાજસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે શાપર વે. પો. સ્ટે. ફ.  ગુ. ર. નં. ૬૮/૧૭ આઇપીસી ક. ૩૮૦, ૪પ૪ નો કામે છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી જેન્તીભાઇ મેપાભાઇ સોલંકી રહે. ભુણાવા તા. ગોંડલ મુળ-જુનાગઢ વાળાને શાપર સરધારી ધાર પાસેથી પકડી પાડી શાપર વે. પો. સ્ટે. સોંપી આપેલ છે.

તેમજ જેતપુરના મારા મારીના ગુન્હામાં ૮ વર્ષની વોન્ટેડ આરોપી પ્રહલાદ રત્નાભાઇ રાવલ ગાંધીધામમાં રહેતો હોવાની બાતમી મળતા એલસીબીના ઇન્ચાર્જ પી. આઇ.  જે. એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કો. કરશનભાઇ કલોતરા, પો. કો. બાલકૃષ્ણ ત્રિવેદી, મયુરસિંહ જાડેજા તથા રાયધનભાઇ સહિતના સ્ટાફે ગાંધીધામમાં છાપો મારી પ્રહલાદ રાવલને ઝડપી લઇ જેતપુર પોલીસના હવાલે કર્યો હતો.

(11:35 am IST)