Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

નેશનલ કક્ષાની સ્કોલશીપ પરીક્ષામાં ઉપલેટાની વિદ્યાર્થીની ઝળકી

ઉપલેટા : એન. એમ. એમ. એસ. નેશનલ કક્ષાની સ્કોલરશીપ પરીક્ષા ર૦૧૭ નું પરીણામ જાહેર થતાં ડો. મધુબેન દેસાઇ સરકારી પ્રાથમિક શાળા (ઉપલેટા) ની ધો. ૮ ની વિદ્યાર્થીની સોનીગ્રામ હિમાંશી હસમુખભાઇ ઉચ્ચ ગુણ સાથે ઉર્તીણ થઇને સ્કોલરશીપને પાત્ર બની છે.... નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શાળાના આચાર્ય ભાનુબેન સોલંકી, એવળા વિપુલભાઇ, રવિભાઇ લશ્કરી, જાનકીબેન વેગડા, સહિતના શિક્ષકોએ પરીક્ષાની તૈયારી માટે જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં હિમાંશીનું સર્ટીફીકેટ આપી સન્માન થતું દર્શાય છે. (અહેવાલ  જગદીશ રાઠોડ : તસ્વીર ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:28 am IST)