Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ ૧.૪૪ કરોડથી વધુના કામો

મોરબી તા. ૧૪ : જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામિણ પેયજળ યોજના હેઠળના પીવાના પાણીના રૂપિયા ૧.૪૪ કરોડ ઉપરાંતના થનાર કામોને મંજુરી આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે રાજય સરકારનો અભીગમ છે કે કોઈ ગામ પીવાના પાણીથી વંચીત ન રહે અને આ માટેના કામોને અગ્રતા આપવા સરકાર મક્કમ છે ત્યારે પીવાના પાણીના કામો ઝડપી પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યસચિવ અને યુનિટ મેનેજર વાય.એમ.વંકાણીએ યોજનાકીય કામોની વિગતો આપી જણાવ્યું કે જિલ્લામાં પીવાના પાણીની જરૂરીયાત વાળા કુલ ૧૧ ગામોમાં રાષ્ટ્રીય ગ્રામ્ય પેયજળ યોજના હેઠળના કામો રૂપિયા ૧ કરોડ ૯ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.ઙ્ગ બેઠકમાં વાસ્મોના જિલ્લા કોઓર્ડિનેટર કીરીટ બરાસરાએ જિલ્લામાં પીવાના પાણી માટેના ચાલી રહેલા કામોની જાણકારી આપી હતી બેઠકમાં અધિક કલેકટર કેતન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહીલ, ડાઙ્ખ.ડી.વી.બાવરવા સહિત સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.ઙ્ગ

જાંબુડિયામાં ૧૦૮ની સરાહનીય કામગીરી

મોરબી-વાંકાનેર હાઈવે પર જાંબુડિયા પાસે  વિકટ્રીફાઈડ નામની ફેકટરીમાંથી ૧૦૮ ને કોલ આવતા મોડીરાત્રે ૧૦૮ ની ટીમ પહોંચી ગઈ હતી.ઙ્ગજેમાંઙ્ગરવિનાબેન રાકેશભાઇ ઉ. ૨૦ને રાત્રી ના સમયે પ્રસુતિની પીડા થતી હોવાથી સાથે પ્રસૂતિનો સમય થઈ ગયો હોય ૧૦૮ના લાલબાગ લોકેશનના ઇએમટી પ્રવીણભાઈ મેર,ઙ્ગપાઇલોટ શકિતસિહ સમય સુચકતા જોઈ ને ફેકટરીમાં જઇ ને જ પ્રસુતિ કરાવવા નિર્ણય કર્યો હતો અને ડો. પ્રવીણભાઈ મેર દ્વારા મહિલાની પ્રસુતિ કરાવી ને માતા તથા બાળકને પ્રાથમિક સારવાર આપીને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમ ટીમ ૧૦૮ દ્વારા વિકટ પરિસ્થીતીમાં પણ મહિલાની પ્રસુતિ કરાવી અને બાળક તેમજ માતાનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.

રાજપૂત સમાજના યુવાનો માટે કોચિંગ કેમ્પ

મોરબી જિલ્લાના રાજપૂત ક્ષત્રિય ભાઈઓ માટે આવનારા દિવસો માં તલવાર બાજી ટીમ ફીઝીકલ ટ્રેનીંગ સેન્ટર દ્વારા પોલીસ,આર્મી,નેવી,તલાટી, જેવી ભરતીની તૈયારીઓ માટે નિઃશુલ્ક કેમ્પ નું આયોજન કરવામાં આવશે.જેમાં રાજપૂત સમાજ ના ઉચ્ચ અધિકારીઓ જશવંતસિંહ ઝાલા (પ્રોફેસર), પૃથ્વીરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા (નેવી), સુખદેવસિંહ ઝાલા (આર્મી), કુલદીપસિંહ ઝાલા (આર્મી), રાજદીપસિંહ રાણા (ASI), પ્રવિણસિંહ ઝાલા (આર્મી) દ્વારા કોચિંગ આપવા માં આવશે.

ગ્રાઉન્ડની તૈયારી સવારે ૫.૩૦ કલાકે એલ.ઈ ગ્રાઉન્ડ રાજપૂત સમાજ બોર્ડિંગ સામે મોરબી ૨ ખાતે કરવામાં આવશે અને લેખીત તૈયારી સાંજે ૬.૩૦ થી ૮.૩૦ મોરબી રાજપૂત સમાજ ભવન, લખધીર વાસ મોરબી ખાતે કરાવવામાં આવશે.તો આ કેમ્પ માં જોડાવા ઈચ્છતા રાજપૂત ક્ષત્રિય ભાઈઓ એ જયદીપસિંહ ઝાલા - ૭૬૨૨૯૩૯૦૧૮,  સુખદેવસિંહ જાડેજા – ૯૭૨૭૪૪૦૪૦૧,  ઓમદેવસિંહ ગોહિલ – ૭૫૬૭૩૩૪૩૮૦,  યુવરાજસિંહ ઝાલા - ૯૨૨૮૪૦૦૦૦૨નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરવા યાદીમાં જણાવ્યું છે.

(11:22 am IST)