Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

જામનગર નજીક ચંદ્રગઢની વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું : બે મહિલા સહીત નવ પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા : બે લાખ રોકડા સહીત પોણા પાંચ લાખનો મુદામાલ જપ્ત

જામનગર નજીકના ચંદ્રગઢ ગામની એક વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું છે જેમાં જુગાર રમતા બે મહિલા સહીત નવ લોકોની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગત મુજબ જામનગર નજીક ચંદ્રગઢ નજીક એલસીબી ટીમે દરોડો પાડી એક વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને રાજકોટ અને જામનગરની બે મહિલાઓ સહીત નવ જુગારીઓને ઝડપી લઈને પોણા બે લાખની રોકડ ઉપરાંત પોણા પાંચ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે.
  જાણવા મળતી વિગત મુજબ જામનગરથી ૧૫ કિમી દુર આવેલા ચંદ્ર્ગઢ ગામે રહેતા નાથા કારાભાઈ ઓડેદરા નામનો શખ્શ બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો કર્યો હતો. જેમાં તીન પતિ જુગાર રમતા વાડી માલિકની સાથે રાજકોટના નયનાબા વનરાજસિંહ સરવૈયા, જામનગરના આશાબેન મોઢવાડિયા, નીદ્રેશ ઉર્ફે નીલેશ એભા ગાગલિયા, પ્રફુલ મગન વાડોલીયા, ગોવા નાથ મકવાણા, અરશી સામત નંદાણીયા, પદ્યુંમાનસિંહ ઉર્ફે પદુભા ભીખુભા જાડેજા, રામકુમાર મદનલાલ પારીકે સહિતના શખ્શો આબાદ ઝડપાઈ ગયા હતા જેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૧.૭૫ લાખ તેમજ કાર સહીત ૪.૭૫ લાખની મત્તા કબજે કરવામાં આવી છે જુગારધામમાં મહિલાઓ સહિતના જુગારીઓને દબોચી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે.

(6:39 pm IST)