Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સૌરાષ્ટ્રમાં BSNL કર્મચારીઓની હડતાલનો બીજો દિ'

તાળાબંધી, ધરણા, સુત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન

પ્રથમ અને બીજી તસ્વીરમાં જુનાગઢમાં બીએસએનએલના કર્મચારીઓએ હડતાલ પાડીને રોષ વ્યકત કર્યો હતો. ત્રીજી તસ્વીરમાં ધોરાજી બીએસએનએલકચેરી બંધ રાખી હતી તે નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : કિશોર રાઠોડ, મુકેશ વાઘેલા-જુનાગઢ-ધોરાજી)

રાજકોટ, તા. ૧ ૩ : બીએસએનએલ કર્મચારીઓની દેશવ્યાપી હડતાલનો આજે બીજો દિવસ છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બીએસએનએલના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે અને રોષ વ્યકત કરી રહ્યા છે.

કર્મચારીઓ દ્વારા બીએસએનએલ ઓફીસને તાળાબંધી કરીને રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

જુનાગઢ

જુનાગઢ : દેશવ્યાપી ટેલીકોમ કર્મચારીઓની હડતાલમાં જુનાગઢ બીએસએનએલના કર્મચારીઓ જોડાય આજે બીજે દિવસે પણ સજ્જડ હડતાલ પાળી હતી. બીએસએનએલના કર્મચારીઓઅ ેત્રીજા પગાર પંચનું અમલીકરણ અને સબ ડીગ્રી ટાવર કંપનીનો ઉગ્ર વિરોધની મુખ્ય માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં ગુજરાત સર્કલ સેક્રેટરી તથા ફોરમ કન્વીનર એલઇયુ (બીએસએનએલ)ના શ્રી ડી.કે. બકુત્ર, ડ્રિસ્ટીક સેક્રેટરી ડી.એસ. તેરૈયા (એસએસઇએ (૧) ઓફીસર યુનિયના બી.આર. ભારાઇ, બી.વી. સીયાણી, શ્રી સિંધલ એનએફટીઇના બી.પી. લખલાણી, એફએનટીયુના શ્રી વઘાસીયા તેમજ બી.એસએનએલના વિવિધ યુનિયનના વર્ગ-૧ થી ૪ના ૬૭ર કર્મચારીઓ હડતાલમાં જોડાયા હડતાલને ૧૦૦ ટકા સફળતા મળી હતી અને ઓફીસને તાળાબંધી કરી હતી જે નજરે પડે છે.

ધોરાજી

ધોરાજી : બીએસએનએલની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં ધોરાજીના વર્ગ-૧ થી ૪ના કર્મચારીઓ જોડાયા છે અને આંદોલનને સમર્થન આપ્યું હતું અને કામગીરીથી અલિપ્ત રહીને વિરોધ દર્શાવ્યો હતો.

(11:54 am IST)