Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સતત ઠારમાં વધારોઃ નલીયા ૭.૮, ગાંધીનગર ૧૦, અમરેલી ૧૦.૮ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીનો વધુ એહસાસ

રાજકોટ તા.૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણના માહોલ સાથે અને સતત ઠાર વધતા શિયાળાની ઠંડીએ જમાવટ કરી છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગે છે અને રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની અસર વધુ થાય છે.

સતત ઠારમાં વધારો થતા આજે પણ ઠંડી વધી હતી અને સૌથી નીચુ તાપમાન નલીયાનું ૭.૮ ડીગ્રી, ગાંધીનગર ૧૦ ડીગ્રી અને અમરેલી ૧૦.૮ ડીગ્રી નોંધાયુ છે. જેના કારણે રાત્રીના રસ્તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનુ ટાળે છે અને વહેલી સવારે ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે ઠંડીથી બચવાનો પ્રયાસ કરે છે.

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. રાજયમાં ઉત્તર-પુર્વથી આવતા ઠંડા પવનના કારણે અમદાવાદ સહિત રાજયના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડયુ છે. કચ્છનું નલિયા રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યુ છે. નલિયામાં ૭.૮ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડયો છે ૧૧.૪ ડીગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે પાટનગર ગાંધીનગરમાં ૧૦ ડીગ્રી તાપમાન નોંધાયુ છે તો બીજીબાજુ બનાસકાંઠાના ડીસામાં પણ ૧૧.ર ડીગ્રી તાપમાન નોંધાયુ છે તો સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજુ જોવા મળી રહ્યુ છે. અહી અમરેલીમાં ૧૦.૮ જયારે રાજકોટમાં ૧ર.૯ ડીગ્રી તાપમાન જોવા મળી રહ્યુ છે. જયારે રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ૪ ડીગ્રી તાપમાન નોંધાયુ છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૬ મહત્તમ, ૧૧.૮ લઘુતમ, ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ર.૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

સોરઠમાં કાતિલ ઠંડી બાદ  ફરી વાતાવરણ ગરમાયુ

જુનાગઢ : સોરઠમાં એક દિવસની કાતિલ ઠંડી બાદ આજે ફરી વાતાવરણ ગરમાયુ છે.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧ર.૬ ડીગ્રી અને ગિરનાર પર્વત ખાતે ૭.૬ ડીગ્રી ઠંડી રહી હતી પરંતુ આજે સવારે તાપમાનનો પારો ૩.૪ ડીગ્રી ઉપર ચડીને ૧૬ ડીગ્રીએ સ્થિર થતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.

જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા યથાવત રહ્યુ છે સવારે પવનની પ્રતિકલાકની ઝડપ ૩.૩ કિ.મી.ની નોંધાઇ હતી.

કયા કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

નલીયા

૭.૮ ડીગ્રી

ગાંધીગનર

૧૦.૦ ડીગ્રી

અમરેલી

૧૦.૮ ડીગ્રી

ડીસા

૧૧.ર ડીગ્રી

અમદાવાદ

૧૧.૪ ડીગ્રી

જામનગર

૧૧.૮ ડીગ્રી

વલસાડ

૧ર.૧ ડીગ્રી

મહુવા

૧ર.પ ડીગ્રી

ભુજ

૧ર.પ ડીગ્રી

રાજકોટ

૧ર.૯ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.ર ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૩.ર ડીગ્રી

ભાવનગર

૧૩.૩ ડીગ્રી

વડોદરા

૧૩.૬ ડીગ્રી

ન્યુ કંડલા

૧૪.૦ ડીગ્રી

દિવ

૧૪.૦ ડીગ્રી

(11:51 am IST)