Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ચરખા પાસે હિટ એન્ડ રનઃ ર દેવીપૂજક યુવકોના મોત

ટ્રકે બાઇકને હડફેટે લેતા ૧ યુવકને ઇજાઃ ટ્રક ચાલકની શોધખોળ

બાબરાઃ તસ્વીરમાં ઘટનાસ્થળે બંને યુવકોનો મૃતદેહ તથા મોટર સાયકલ અને ત્રીજી તસ્વીરમાં ઇજાગ્રસ્ત યુવક નજરે પડે છે.(તસ્વીર-અહેવાલઃ ચિતરંજન છાંટબાર-બાબરા)

 બાબરા તા.૧૩ : બાબરાના ચરખા પાસે આજે સવારે હિટ એન્ડ રનની ઘટનામાં બે દેવીપુજક યુવકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે જયારે એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિત મુજબ બાબરા તાલુકાના ચરખા ગામ નજીક આજે સવારે ૮ વાગ્યાના આસપાસ બાઇક ઉપર કપાસ વિણવા માટેની મજુરી કામ માટે જઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે કમલેશ ભુપતભાઇ મોઢવાણીયા અને જયેશ વિઠ્ઠલભાઇ આગાણીયા (રહે.કલોરાણા, તા.બાબરા)ના ઘટનાસ્થળે મોત નિપજયા હતા.

જયારે રવિ ભુપતભાઇ મોઢવાણીયાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે.

આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છુટયો હતો આ બનાવની જાણ થતા પીએસઆઇ એસ.એમ.વરૂ, શ્રી મોરી સહિતની પોલીસ ટીમે આટકોટ, કોટડાપીઠા, જસદણ રોડ ઉપર નાકાબંધી કરીને ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દેવીપૂજક બે યુવકોના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)