Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રાહુલ ગાંધીની વરણીને ઉપલેટા કોંગ્રેસ દ્વારા આવકાર

ઉપલેટા તા.૧૩ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બીનહરીફ ચૂંટાયેલા રાહુલ ગાંધીને માજી ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ ડેર, કૃષ્ણકાંત ચોટાઇ, કમલેશ વ્યાસ, રેખાબેન મકવાણા, જયદેવસિંહ વાળા, જગદીશ પંડીત સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરો વિગેરેએ ઉમળકાભેર આવકારી અભિનંદન પાઠવેલ છે.

(11:44 am IST)