Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કોડીનારનાં આશાસ્પદ બાવાજી યુવાનનું રીક્ષા હડફેટે મોત

કોડીનાર તા. ૧૩ :.. સોમનાથ સોસાયટી ખાતે રહેતા ફુલરામ બચુભાઇ ગોંડલીયાનો ભાઇ પ્રભુદાસ ઉના મુકામે મિત્રને મુકવા ગયેલ જયાંથી પરત ફરતા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે-૧૧-બીઇ-૩૭ર૯ વાળી ગાડી માલગામ - કોડીનાર રોડ ઉપર પાણીના ટાકા પાસે પહોંચતા સામેથી એક છકડો રીક્ષા નં. જીજે-૧૦-ટીટી-પ૩૩૯ ના ચાલકે પોતાની છકડો રીક્ષા ઉપર કાબુ ગુમાવતા હડફેટે લેતા માથાના ભાગે ઇજા થતા ૧૦૮ મારફત કોડીનાર સરકારી દવાખાને લાવેલ જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ. આ બનાવની વધુ  તપાસ ટાઉન  જમાદાર કાળુભાઇ ગઢવી ચલાવી રહ્યા છે.

(11:38 am IST)