Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અઢારે વરણ જો એકતા બતાવે તો ગમે તેવી સરકારને ઝૂકવું પડેઃ નરેન્દ્રબાપુ

ધોરાજીમાં વિશ્વકર્મા એકતા સંમેલનમાં ર૦ જ્ઞાતિઓ એક મંચ ઉપર આવી એકતા દર્શાવીઃ સત્તાધારના લઘુમહંતનું સન્માન

ધોરાજી તા. ૧૩ :.. સ્ટેશન પ્લોટ ખાતે આવેલ ગાંધી વાડી ખાતે વિશ્વકર્મા એકતા સંમેલન સત્તાધારના લઘુ મહંત શ્રી નરેન્દ્રબાપુ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું જેમાં ર૦ થી વધુ ઇતર સમાજના પ્રમુખે સાથે સમાજ ઉમટી પડેલ હતો.

આ પ્રસંગે આપા ગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ સોલંકીએ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી જણાવેલ કે ધોરાજીના આંગણે વિશ્વકર્મા સમાજની સાથે સાથે ૧૮ એ વરણ ભેગા થયા છે એ ખૂબ જ ધન્યતાની બાબત છે જો ૧૮ એ વરણ એકતા બતાવે તો ગમે તેવી સરકારને ઝૂકવું પડે. ત્યારે આજના સમયમાં સમાજના હિત માટે એકતા જરૂરી છે. જે બાબતે તમામ ઇતર સમાજ એક બની દેશના હિત માટે આગળ આવવા ભાર મુકયો હતો.

આ તકે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડએ જણાવેલ કે ધોરાજીના આંગણે સૌ પ્રથમ વખત વિશ્વકર્મા એકતા સંમેલનનું આયોજન કરેલ છે જેમાં વિવિધ સમાજ ના ર૦ થી વધુ જ્ઞાતિ પ્રમુખો હાજર રહેલ છે તેમજ મોટી સંખ્યામાં ઇતર સમાજ ઉપસ્થિત રહેલ છે જે ગૌરવની વાત છે અને જો આપણી એકતા હશે તો દરેક સમાજના સરકારમાંથી કામો કરી શકીશું. વિશ્વ કર્મા ભગવાન કોઇ એક જ્ઞાતિના ભગવાન નથી તે તો સૃષ્ટિને રર્ચીયતા દેવ છે સૌ ના ભગવાન છે એવો આપણે વિશ્વકર્મા એકતા સંમેલન રાખેલ છે અને ભવિષ્યમાં આપણા સૌ મળતા રહીશું. અને ઇતર સમાજ માટે અમો કામ કરતા રહીશું.

આ સાથે ગુજરાત બક્ષીપંચ નિગમના નવ નિયુકત ચેરમેન નરેન્દ્રબાપુ સોલંકીનું ર૦ થી વધુ જ્ઞાતિના પ્રમુખો જેમાં સમસ્ત સિન્ધી સમાજના પ્રમુખ દિલીપભાઇ હોતવાણી, કડીયા સમાજના અગ્રણી કિશોરભાઇ વાઘેલા, રાજુભાઇ યાદવ, સમસ્ત કાઠી સમાજના સુખદેવસિંહ વાળા, આહીર સમાજમાંથી રાજૂભાઇ ડાંગર, વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપમાંથી નિલેશભાઇ ભાડેસીયા જૈન લીંબડી સંઘમાંથી અરૂણભાઇ સંઘાણી, વિવેકાનંદ પરિવારમાંથી રાજૂભાઇ એરડા ગુર્જર સુથાર સમાજમાંથી જગદીશભાઇ ભાદ્રેકીયા, રાજપૂત સમાજમાંથી જનકસિંહ જાડેજા કાઠી સમાજમાંથી કનુભાઇ વાંક, સુખડીયા સમાજમાંથી ઉમેશભાઇ સાકરીયા, જૈન સમાજમાંથી કમલભાઇ મોદી, સમસ્ત ખાંટ સમાજમાંથી મુકેશભાઇ જોરીયા, સોના-ચાંદી વેપારી એસોસીએશનનાં પ્રમુખ જસવંતભાઇ વઢવાણા, લોહાણા સમાજમાંથી બકુલભાઇ કોટક, લુહારભાઇ દાવડા, મોચી સમાજમાંથી વિનુભાઇ પરમાર, વાલ્મીકી સમાજમાંથી કિશોરભાઇ જેઠવા, ધોબી સમાજમાંથી ધીરૂભાઇ મકવાણા, બાવાજી સમાજમાંથી શાન્તીલાલ દૂધરેજીયા, વિવિધ ર૦ થી વધુ જ્ઞાતિઓના પ્રમુખો આગેવાનોએ પૂ. નરેન્દ્રબાપુનું શાલ તથા હાર પહેરાવી સન્માન કરેલ હતું.

વિશ્વકર્મા એકતા સંમેલનને સફળ બનાવવા માટે કિશોરભાઇ રાઠોડ, દિલીપભાઇ હોતવાણી, સુખદેવસિંહ વાળા, કિશોરભાઇ વાઘેલા, રાજૂભાઇ યાદવ, નિલેશભાઇ ભાડેસીયા, રાજુભાઇ ડાંગર, ચુનીભાઇ સંભવાણી, રાજૂભાઇ એરડા, હીતેશભાઇ રાઠોડ,  મુકેશભાઇ દાવડા, પરેશભાઇ સુખવાણી, ગોવિંદભાઇ નાદોળીયા વિગેરે યુવાનોએ જહેમત ઉઠાવેલ હતી.

અને વિશ્વકર્મા એકતા સંમેલન વર્ષમાં બે વખત બોલાવવા માટે સર્વાનુમતે ઠરાવ કરેલ હતો.

(11:37 am IST)