Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

લીંબડી વિધાનસભાનું ભાજપ મહિલા મોરચા સંમેલન

વઢવાણ :  લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી માં મહિલાઓ પણ સક્રિય થઈ રહી છે. તો આજે લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી ના આગામી કાર્યક્રમ ની રૂપરેખાઓ મહિલા કાર્યકરોને આપવામા આવી હતી અને ભાજપ ના ઉમેદવારને જીત અપાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માજી ધારાસભ્ય વર્ષાબેન દોશી, લીંબડી પેટા ચૂંટણી ના પ્રભારી મોનાબેન રાવલ, મંજુલાબેન ધાડવી, પ્રતિમાબેન રાવલ, મંદાકિનીબેન ઉપાધ્યાય, જિજ્ઞાબેન પંડિયા, સ્મિતા બેન રાવલ, દર્શનાબેન પુજારા તેમજ જગદીશભાઈ મકવાણા, બીપીનભાઈ પટેલ અને લીંબડી સાયલા, ચુડા ના મહિલા કાર્યકરો મોટી સાંખીયા માં ઉપસ્થિત રહિયા હતા.

(11:26 am IST)